મનુષ્યથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી
May 8, 2013 Leave a comment
મનુષ્યથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી
દેવતા સત્કર્મ કરનારને જ ૫સંદ કરે છે – તેમનો સ્પષ્ટ આશય એ જ છે કે જે માનવોચિત કાર્ય કરે છે, ઈશ્વરીય ઉદ્દેશયો માટે જીવન વિતાવે છે, તેના ૫ર જ દેવતાઓની કૃપા થાય છે. દેવતા સૂતેલાઓની ઘૃણા કરે છે. દેવતાઓની ઘૃણાનો અર્થ છે જીવનની બધી દિવ્યતાઓથી વંચિત રહી જવું. સંસાર દેવત્વથી વંચિત વ્યકિતઓ માટે નથી. એવી આસુરી પ્રવૃત્તિઓવાળા લોકોને આ ધરતીના ખોળેથી જલદી ઉપાડી લેવામાં આવે છે. તે સમય સુધી ૫ણ જયાં સુધી તેમને પ્રકૃતિ દ્વારા સાફ કરવામાં નથી આવતા, ત્યાં સુધી તેમના શોક સંતાપોમાં બળવા સિવાય બીજો કોઈ અધિકાર રહેતો નથી. પ્રમાદ, આળસ અને અજ્ઞાન ત્યાગીને જાગરણનું વરણ કરો. પ્રકાશ અને પાવનતા તરફ આગળ વધો, જેનાથી મનુષ્યતાની સિદ્ધિ અને આત્માનું કલ્યાણ થાય.
આ દિવ્ય જાગરણ થાય કેવી રીતે ? તેનો સરળ શો ઉપાય એ છે કે પોતાના વાસ્તવિક સ્વરૂ૫માં વિશ્વાસ રાખવામાં આવે. પોતાને એ ૫રમ પિતા ૫રમાત્માના પુત્ર અને પ્રતિનિધિ અનુભવવામાં આવે. પોતાના પ્રત્યે હીનતા, ક્ષુદ્રતા અને નિકૃષ્ટતાની બધી ભાવનાઓને કાઢીને ફેંકી દેવી. આવું કરતાં જ આત્મામાં સમાયેલ પ્રકાશનું ઝરણું ફૂટી નીકળશે. આખું જીવન દિવ્ય ચેતનાથી ભરાઈને જાગી ઊઠશે. પોતાની વિશાળતા, વ્યા૫કતા અને સુંદરતાનો બોધ થશે. ચારે બાજુ આનંદ અને અમરતાનો આભાસ થવા લાગશે. જીવત્વથી ઈશ્વરત્વ તરફ પ્રગતિ થવા લાગશે.
-અખંડ જ્યોતિ, એપ્રિલ-૧૯૬૯ પૃ. રર
પ્રતિભાવો