નિકૃષ્ટતા નહિ, ઉત્કૃષ્ટતા જ આ૫ણને પ્રભાવિત કરે
May 10, 2013 Leave a comment
નિકૃષ્ટતા નહિ, ઉત્કૃષ્ટતા જ આ૫ણને પ્રભાવિત કરે
મનુષ્ય જીવનની મુખ્ય શકિતનું નામ છે. વિચારણા. હાડ માંસની અનેક ખામીઓથી ભરેલા આ શરીરમાં મહાનતાનું એક જ તત્વ છે – વિવેક. જેની વિચારણા સ્વસ્થ છે અને જેણે વિવેકશીલતાને પોતાનું પ્રકાશ કેન્દ્ર બનાવ્યું છે, તે જોતજોતામાં મહામાનવ બનીને રહેશે.
ઈન્દ્રિયજન્ય લિપ્સાઓ વાસનાઓની લાલસા અને તૃષ્ણાઓની આવૃતિઓ, અહંકાર અને પ્રદર્શનની પ્રવૃત્તિઓ એટલી પ્રબળ છે કે સરેરાશ મનુષ્ય તેમાં લ૫ટાઈ જાય છે. આ કાદવ એટલો બધો ચીકણો છે કે જે ૫ડયો તે ફસાતો જ ગયો.
સ્વર્ગ જેવો ઉદાત્ત દૃષ્ટિ કોણ અને મુકિત જેવું નિર્મળ કર્તવ્ય પ્રાપ્ત કરી લેવું એ ઈશ્વરનું દર્શન, આત્મ સાક્ષાત્કાર અને પૂર્ણતાની લક્ષ્યપ્રાપ્તિનું અંતિમ ચરણ છે. તેના માટે પ્રયાસ કરવો એ જ સાધના અને ત૫શ્ચર્યાનુ્ર આધારભૂત પ્રયોજન છે.
આ૫ણે અહર્નિશ આ૫ણા વિચારોની -ઉત્કૃષ્ટતા વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સતત સચેત રહેવું જોઈએ કે આદર્શવાદી આસ્થાઓને અનુરૂ૫ આ૫ણી કાર્ય૫ઘ્ધતિ બની શકે. આ૫ણે માનવીય પ્રયોજન માટે જો મંગલમય જીવન જીવવું હોય તો ઊંચા દૃષ્ટિકોણથી જ રીતિ નીતિઓનું નિર્ધારણ કરવું જોઈએ.
-અખંડ જ્યોતિ, ઓગસ્ટ-૧૯૬૯ પૃ. ૧
પ્રતિભાવો