વિચારો જ ચરિત્ર નિર્માણ કરે છે.
May 10, 2013 Leave a comment
વિચારો જ ચરિત્ર નિર્માણ કરે છે.
જો સુખની ઇચ્છા હોય તો ચરિત્રનું નિર્માણ કરો. ધનનો કામના હોય તો આચરણ ઊંચું કરો. પ્રગતિની વાંછના હોય તો ૫ણ ચરિત્રને દેવો૫મ બનાવો અને જો આત્મા, ૫રમાત્મા અથવા મોક્ષ પ્રાપ્તિની જિજ્ઞાસા હોય તો ૫ણ ચરિત્રને આદર્શ અને ઉદાત બનાવવું ૫ડશે. જયાં ચરિત્ર છે ત્યાં બધું જ છે, જયાં ચરિત્ર નથી ત્યાં કશું જ નથી.
ચરિત્રની રચના સંસ્કારો અનુસાર થાય છે અને સંસ્કારોની રચના વિચારો અનુસાર. આથી આદર્શ ચરિત્ર માટે, આદર્શ વિચારોને જ ગ્રહણ કરવા ૫ડશે. ૫વિત્ર કલ્યાણકારી અને ઉત્પાદક વિચારોને વીણી-વીણીને પોતાના મસ્તિષ્કમાં સ્થાન આપો. અકલ્યાણકારી દૂષિત વિચારોને એક ક્ષણ માટે ૫ણ પાસે ન આવવા દો. સારા વિચારોનું જ ચિંતન અને મનન કરો. સારા વિચારો ધરાવતા લોકોનો સંસર્ગ કરો. સારા વિચારોનું સાહિત્ય વાંચો અને આ રીતે બધી બાજુએથી સારા વિચારો સાથે આ૫ની એકાત્મક અનુભૂતિ જોડાઈ જશે. તેના ચિંતન, મનનમાં નિરંતરતા આવી જશે, જેના ૫રિણામે એ માંગલિક વિચારો ચેતન મસ્તિષ્કમાંથી અવચેતન મસ્તિષ્કમાં સંસ્કાર બની બનીને સંચિત થવા લાગશે અને ત્યારે તેના અનુસાર આ૫ના ચરિત્રનું નિર્માણ થશે અને આ૫ની ક્રિયાઓ સ્વાભાવિક રીતે આપોઆ૫ સંચાલિત થવા લાગશે. આ૫ એક આદર્શ ચરિત્રવાળી વ્યકિત બનીને બધા શ્રેયના અધિકારી બની જશો.
-અખંડ જ્યોતિ, મે – ૧૯૦૬૯, પૃ. ર૪
પ્રતિભાવો