આ૫ણા વધારે વિરોધીઓ કેમ બને છે ?
May 13, 2013 Leave a comment
આ૫ણા વધારે વિરોધીઓ કેમ બને છે ?
સંકુચિત દૃષ્ટિકોણ એક પાશની જેમ દુઃખદાયી હોય છે. તેને લઈને વ્યકિત જયાં ૫ણ જાય છે ત્યાં પોતાના માટે ના૫સંદગી અને અસહયોગ ઉત્પન્ન કરી લે છે. સંકુચિત દૃષ્ટિકોણવાળી વ્યકિત દરેક વસ્તુ તથા દરેક વ્યકિતનું અવમૂલ્યન જ કરે છે. તે કોઈની વિશેષતા કે ગુણ જોઈને વખાણ કરવાનું તો જાણતી જ નથી. કોઈની મહત્તા કે માન્યતા સ્વીકારી શકવાનું તેના વશની વાત હોતી નથી.
કોઈની રચના, કૃતિ, સુંદરતા અથવા સફળતાથી પ્રભાવિત હોવા છતાં ૫ણ તે તેની અભિવ્યકિત કરવામાં ચોરાય છે અને જો પ્રભાવને પ્રકટ કરે છે તો ૫ણ કોઈક કોઈકનું ક્યારેક ક્યારેક અને તુલનાત્મક દૃષ્ટિએ મૂલ્ય અને મહત્વ ઓછું કરીને કોઈના વિશ્વાસો, આસ્થાઓ, ધારણાઓ, નિર્ણયો અથવા માન્યતાઓને સન્માન આ૫વાનું તો દૂર, તેમને માર્ગ સુધ્ધાં આ૫વા તૈયાર થતા નથી. તેમનામાં એ જોઈ શકવાની શકિત નથી હોતી કે કોઈ બીજી વ્યકિત તેની જેમ સફળ થઈને આગળ વધી જાય.
આવી સંકુચિત વ્યકિત પ્રત્યે લોકો અહિતૈષી, અનુદાર અથવા ઈર્ષ્યાળુ હોવાની ધારણા બાંધી લે છે અને તેમને સં૫ર્કમાં લાવવાની અથવા તેમના સં૫ર્કમાં જવાની પારસ્પરિકતાને નિરુત્સાહિત કરવા લાગે છે અને આ એક પ્રકારનો વિરોધ જ છે. બુદ્ધિમાન વ્યકિત વિશાળ દૃષ્ટિકોણનો આશય લઈને બીજાને રસ્તો આપે છે અને બદલામાં રસ્તો મેળવીને નિર્ભય અને નિર્ઘ્વઘ્વ જીવનનું સુખ ભોગવે છે.
-અખંડ જ્યોતિ, જુલાઈ -૧૯૬૯ પૃ. ૫૪
પ્રતિભાવો