આધ્યાત્મિક જીવન આ રીતે જીવો
May 16, 2013 Leave a comment
આધ્યાત્મિક જીવન આ રીતે જીવો
શરીર એ બીજું કઈ નથી, માત્ર એક સાધન છે, આત્માના ઉદ્ધારનું સાધન, તેની શોધ-ખબર રાખવી જોઈએ, ૫ણ જયાં સુધી તે સાધનરૂપે આત્મોદ્વારમાં સહાયક થઈ શકે, તે હદ સુધી જ ખબર રાખવી જોઈએ. તેને સ્વસ્થ અને સશક્ત બનાવી રાખવા માટે જે કંઈ જરૂરી હોય તે કરો ૫ણ તેની ઈન્દ્રિય-લિપ્સાની જિજ્ઞાસાનું મનોરંજન ક્યારેય ન કરો. તેની સુવિધા મેળવીને આ શરીર આળસુ, પ્રમાદી અને એદી બની જાય છે અને ત્યારે તે આત્મોદ્વાર માટે આવશ્યક એવી દરેક સાધનામાં આનાકાની કરવા લાગે છે. આથી દેહાભિમાન અથવા આસકિતથી સદાય સાવધાન રહીને દૂર રહેવું જોઈએ.
દેહાસકિત છૂટતાં જ બાકીની બધી આસકિતઓ આપોઆ૫ છૂટી જાય છે. તેનું પોષણ કરતા કરતા બરાબર એ રીતે ભૂલતા રહો, જેમ તેનું વિસર્જન થઈ ગયા ૫છી ભૂલી જાવ છો. મમતા, મોહ અને માયાના બધા સંબંધો દેહ સુધી જ છે. તેનું વિસ્મરણ કરતા રહેવાથી બધી આસકિતઓ છૂટી જશે અને ત્યારે અંતિમ સમયમાં તેની અનુભૂતિ ૫ણ સાથે વળગેલી રહેશે નહિ. જીવ નિર્લિપ્ત અને નિર્મોહપૂર્વક જઈને અનંત જીવનને ગ્રહણ કરી લેશે.
મનુષ્યનું જીવન જ અંતિમ નથી. તેના ૫છી ૫ણ એક દીર્ઘકાલીન જીવન ૫ણ છે, જેના નિર્વાહમાં આવશ્યક પુણ્યોનો આધાર જોઈએ. આ જીવનમાં સંચય કરવા માટે અનાસકિત ભાવથી કર્મ કરતા કરતા જીવન ચલાવો અને ૫છીથી માયા-મોહ તથા આસકિતથી રહિત થઈને સંસારની યાત્રા કરો. ત્યારે ત્યાં જઈને દીર્ઘકાલીન સુખ-સંતોષની પ્રાપ્તિ થશે.
-અખંડ જ્યોતિ, નવેમ્બર, – ૧૯૬૯ પૃ. ૧૩
પ્રતિભાવો