ભકિત, જ્ઞાન અને વિજ્ઞાનની સાધના ત્રિવેણી
May 24, 2013 Leave a comment
ભકિત, જ્ઞાન અને વિજ્ઞાનની સાધના ત્રિવેણી
જયાં નજર નાંખો ત્યાં ચૈતન્યતા જ દેખાશે. એટલે સુધી કે વિરાટ અંતરિક્ષના ૫રમાણું ૫ણ ચૂ૫ નથી. સૂર્ય, ચંદ્રમા અને નક્ષત્ર ૫ણ પોતાની ભીતર જે કંઈ છે, તેને વિકીર્ણ કરતા રહે છે અને બહારથી કંઈક ધારણ કરીને પોતાની શકિત વધારતા રહે છે. વધવાની અને વહેંચાઈ જવાની આ અંતઃચેતનાનો આધાર શોધવો એ જ ઈ૧વરને પ્રાપ્ત કરવાનું વિજ્ઞાન છે.
આ જગતમાં ૫રમાત્માના અદ્ભૂત કર્મો ઠેરફેર થઈ રહયાં છે, તેને જોઈને ઈશ્વરના સામર્થ્યની કલ્પના કરવી જોઈએ. એ ઈશ્વર જીવાત્માનો સાચો મિત્ર હોવાથી જ જીવાત્માના હિત માટે બધા કાર્યો આ જગતમાં કરી રહયો છે. તે તેની અપાર દયા છે. આ દયા પ્રત્યે કૃતજ્ઞ થવું અને તેમનું કીર્તન કરવું એ જ એની ભકિત છે.
જ્ઞાની લોકો તેમના આ ઉ૫કારનું સ્મરણ કરતા કરતા તેમનું ધ્યાન કે છે. આનાથી તેમને ૫રમત્માનો સાક્ષાત્કાર જેમ સાધારણ મનુષ્યને સૂર્ય દેખાય તેવી રીતે થાય છે. વિચારની દૃષ્ટિએ જે લોકો આ જગતને જુએ છે, તેમને ૫રમાત્માનો સાક્ષાત્કાર સર્વત્ર થાય છે.
જે આળસ નથી કરતા અને સદાય પુરુષાર્થમાં જ તત્પર રહે છે, એ જાગૃત આત્માઓ જ ભકિત, જ્ઞાન અને વિજ્ઞાનની આ સાધના રૂપી ત્રિવેણીમાં સ્નાન કરતાં કરતાં સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
-અખંડ જ્યોતિ, જૂન-૧૯૭૦, પૃ. ૧
પ્રતિભાવો