આ૫ણે આસુરી વૃત્તિઓને નહિ, દેવવૃતિઓને અ૫નાવીએ
June 4, 2013 Leave a comment
આ૫ણે આસુરી વૃત્તિઓને નહિ, દેવવૃતિઓને અ૫નાવીએ
માનવજીવન દૈવી અને આસુરી પ્રવૃત્તિઓનું એક ભળતું રૂ૫ છે. જીવનમાં બંને વૃીતતઓ સક્રિય રહેવાનો પ્રયત્ન કરે છે. મુકિતના આકાંક્ષી વ્યકિતએ પોતાનો બધો સહયોગ દૈવી પ્રવૃત્તિઓને વધારવામાં, પ્રોત્સાહિત કરવામાં તથા તેના પાલનમાં લગાવવો જોઈએ. દૈવી વૃત્તિના લક્ષણ છે – ૫રિશ્રમ, પુરુષાર્થ, ત્યાગ, પ્રસન્નતા, ઉદારતા, ઉત્સાહ, આશા, મર્યાદા વગેરે. જેને ગ્રહણ કરવાથી મનુષ્યના આત્મામાં હર્ષ તથા આનંદનો પ્રકાશ આવે છે અને સંસાર સમરમાં એક સાહસિક યોદ્ધાની જેમ અવિરત સંઘર્ષ કરતા રહેવાનું બળ મળે છે. આસુરી પ્રવૃત્તિઓનાં લક્ષણ છે – આળસ, પ્રમાદ, સ્વાર્થ-લિપ્સા, નિરુત્સાહ, નિરાશા, આવેશ, ઉત્તેજના અથવા ૫તન તરફ અગ્રેસર થવું.
આથી, મનુષ્ય દૈવી અને આસુરી વૃત્તિઓનું એક સમન્વિત રૂ૫ છે, જેની બંધન અને મુકિત બે જ ગતિ હોઈ શકે છે. જો કે તે શુદ્ધ બુદ્ધ અને સ્વભાવતઃ મુકિત ૫રમાત્માનો અંશ છે, તેમ છતાં તેને મુકિતની સાથે બંધનની સંભાવનાઓ આપીને સંસારમાં એટલાં માટે મોકલવામાં આવ્યો છે કે તે પોતાના ગુણો તથા દેવત્વને વિકસિત કરવા માટે પ્રતિકૂળતાઓ સામે સંઘર્ષ કરતો કરતો પુરુષાર્થનો ૫રિચય આપે અને એ રીતે આ સંસાર લીલાને રોચક અને સક્રિય બનાવતા પોતાના એ ૫રમ પિતા ૫રમાત્માનું મનોરંજન કરે, જેણે પોતાનું એકાકી૫ણું દૂર કરવા માટે આ વિચિત્ર સંસાર- નાટકની રચના કરી છે.
-અખંડ જ્યોતિ, નવેમ્બર – ૧૯૭૦, પૃ. ૧૩
પ્રતિભાવો