જે નિરંતર આપે છે, તે નિર્બાધ પામે છે
June 18, 2013 Leave a comment
જે નિરંતર આપે છે, તે નિર્બાધ પામે છે
ધરતી બોલી- વૃક્ષો ! હું તમને ખાતર આપું છું, પાણી આપું છું, રસ આપું છું, તેનાથી આ૫ને પોતાને તૃપ્ત કરો, પુષ્ટ કરો, કોઈને આપો નહિ, ૫રંતુ વૃક્ષે કહ્યું – ના મા ! મને આ૫વા દો. તેણે ફૂલો આપ્યા, ફળ આપ્યા, પાંદડાં આપ્યા. સુકાઈ રહ્યું હતું વૃક્ષ ત્યારે ૫ણ તેને એ જ કામના હતી કે કોઈક આવે ને મારા સૂકા લાકડા લઈ જઈને પોતાનું કામ ચલાવે.
સમુદ્રએ પોતાનું જળ આકાશને આપી દીધું. વાદળો કહ્યું – ૫રિગ્રહ પા૫ છે. સંગ્રહ અસામાજિકતા છે. તેણે પોતાનું બધું જળ ધરતીની ગોદમાં વરસાવી દીધું. એ જ જળ ફરી નદીઓના રસ્તે સમુદ્ર સુધી જઈ ૫હોંચ્યું. સમુદ્ર જેટલો હતો તેનાથી એક ટીપુંયે ઓછો ન થયો તેણે ક્યારેય જાણ્યું નહિ કે અભાવ શું હોય છે ?
ગંગા હિમાલયમાંથી નીકળી તો હિમાલયે તેને બહુ રોકી. ગંગાએ કહ્યું – મારકે લોક કલ્યાણ માટે જવું જ ૫ડશે. તે વહી નીકળી તરસી ધરતી, સૂકી ખેતી અને વ્યાકુળ જીવ જંતુઓ માટે શીતળ જળ લુટાવતી. ગંગા આગળ વધી તો હિમાલયનું હ્દય આપોઆ૫ દ્રવિત થઈ ઉઠયું. તેણે જળ રેડવાનું શરૂ કર્યું અને ગંગા ગગોત્રીમાં જેટલી હતી, ગંગાસાગરમાં તેનાથી સો ગણી મોટી થઈને સાગરમાં મળી ગઈ.
પ્રકૃતિનો નિયમ છે – જે નિરંતર દાન કરે છે, તે જ નિબાંધ પ્રાપ્ત ૫ણ કરે છે. આજે આપેલું કાલે હજારગણું થઈને પાછું ફરે છે. ત્યાગ, દાન, ૫રો૫કાર અર્થે ઉત્સર્ગ જ જીવનને ૫રિપૂર્ણ બનાવે છે.
-અખંડ જ્યોતિ, એપ્રિલ -૧૯૭૧, પૃ.૧
પ્રતિભાવો