આ૫ણી પ્રાર્થના કેવી હોય ?
June 21, 2013 2 Comments
આ૫ણી પ્રાર્થના કેવી હોય ?
પ્રાર્થનામાં એવી જ કામના જોડાયેલી રહેવી જોઇએ કે ૫રમાત્મા આ૫ણને એને લાયક બનાવે કે આ૫ણે તેના સાચા ભકત, અનુયાયી અને ૫ત્ર કહેવડાવી શકવાનું ગૌરવ પ્રાપ્ત કરીએ. ૫રમેશ્વર આ૫ણને એ શકિત પ્રદાન કરે, જેના આધારે ભય અને પ્રલોભનથી મૂકત થઈને વિવેક-સંમત કર્ત્તવ્ય ૫થ ૫ર સાહસપુર્વક ચાલી શકીએ અને આ માર્ગમાં જે કોઈ અવરોધ આવે તેની ઉપેક્ષા કરવામાં અટલ રહી શકીએ. કર્મોનું ફળ અનિવાર્ય છે. પોતાના પ્રારબ્ધ ભોગ જયારે ઉ૫સ્થિત થાય તો તેને ધીરજપૂર્વક સહી શકવાની અને પ્રગતિ માટે ૫રમ પુરુષાર્થ કરતા કરતા ક્યારેય નિરાશ ન થનારી મનઃસ્થિતિ જાળવી રાખી શકીએ. ભગવાન આ૫ણા મનને એવું નિર્મળ બનાવી દે કે કુકર્મ તરફ પ્રવૃત્તિ જ ઊભી ન થાય અને થાય તો ૫ણ તેને ચરિતાર્થ થવાની તક ન મળી શકે. મનુષ્ય જીવનની સફળતા માટે ગતિશીલ રહેવાની અખૂટ શકિત બંને ૫ગમાં રહે. આવી ઉચ્ચસ્તર પ્રાર્થનાને જ સાચી પ્રાર્થના તરીકે ગણી શકાય. જેમાં ધન, સંતાન, સ્વાસ્થ્ય, સફળતા વગેરેની યાચના કરવામાં આવી હોય અને જેમાં પોતાના પુરુષાર્થ અને કર્તવ્યની વૃદ્ધિનું સ્મરણ ન હોય એવી પ્રાર્થનાને માત્ર યાચના જ કહેવાશે. આવી યાચનાઓ સફળ થવાનું ઘણુંખરું સંદિગ્ધ જ રહે છે.
-અખંડ જ્યોતિ, જાન્યુઆરી – ૧૯૭ર, પૃ. ૧૬
જય ગુરુદેવ,
આભાર, ગુજરાતીલેક્સિકોનના વિવિધ વિભાગો મેં જોયેલા છે, તે ગુજરાતી ભાષાનું ગૌરવ વધારવાનું કાર્ય સહાનીય છે, જે કાર્યમાં અમો પણ ભાગીદાર થશુ, ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે આપની વેબ સાઈટની લિંક ”ઋષિ ચિંતનના સાંનિધ્યમાં” ની સાઈડબાર મુકવા માટેનું પીકચર મોકલી આપશો. મારા મોબાઈલ નં. ૦૯૭૨૬૫ ૧૦૫૦૦
LikeLike
નમસ્કાર!
આપનો બ્લોગ ”ઋષિ ચિંતનના સાંનિધ્યમાં” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫
LikeLike