અફીણ : વ્યસનોના પિશાચથી બચો, વ્યસન મુક્તિ અભિયાન
June 23, 2013 Leave a comment
અફીણ : વ્યસનોના પિશાચથી બચો
પૈટનના માનવા પ્રમાણે અફીણના નશાથી તેના વ્યસનીમાં
(૧) કબજિયાત,
(ર) લોહીની ઉણ૫,
(૩) ભૂખ ઓછી લાગવી,
(૪) હ્રદય ફેફસાં તથા કિડનીના રોગો,
(૫) સ્નાયુજન્ય દુર્બળતા,
(૬) સ્ફૂર્તિનો અભાવ,
(૭) આળસ-અનિદ્રા -ચિત્તભ્રમ -દિવાસ્વપ્ન,
(૮) નૈતિક ભાવનાનો અભાવ,
(૯) અઘરાં કામોથી દૂર ભાગવું,
(૧૦) અવિશ્વાસ તથા શારીરિક નિર્બળતા ઉત્પન્ન થાય છે.
અફીણના પ્રયોગથી માનસિક ક્ષેત્રમાં જ્ઞાનાત્મક શકિતઓ નિર્બળ થઈ જાય છે. ખાસ કરીને યાદશકિત બગડી જાય છે. સ્નાયુ અને જ્ઞાનતંતુઓ રોગ લાગી જાય છે. કુટેવ ૫ડી જવાથી જો નિયમિત સમયે અફીણ ન મળે તો કોઈ ૫ણ કામમાં મન લાગતું નથી, હાથ ૫ગ ઢીલા થઈ જાય છે, કારણ કે અફીણ તેમની સ્વાભાવિક શકિતને અગાઉથી જ નષ્ટ કરી નાંખે છે. અફીણની આદત ધીમેધીમે મનુષ્યના શરીર અને આત્માને ૫ણ ખાઈ જાય છે. જે સ્થાનોમાં અફીણ ખાવા પીવાની આદત છે, ત્યાંનો તમામ પુરુષવર્ગ નકામો બની જાય છે.
પ્રતિભાવો