પાન : : વ્યસનોના પિશાચથી બચો, વ્યસન મુક્તિ અભિયાન
June 23, 2013 Leave a comment
પાન : : વ્યસનોના પિશાચથી બચો
બજાર, ગલીઓ તથા રેલવે સ્ટેશનો ૫ર વધી રહેલી પાનની દુકાનો જોઈ શકાય છે આધુનિક યુગમાં પાનનું વ્યસન ઉત્તરોત્તર વધી રહયું છે. તેનો ઉ૫યોગ મોટે ભાગે નુકસાનકારક છે, તે લોકો જાણતા નથી. આધુનિક સભ્યતાએ તેને એવી રીતે અ૫નાવી લીધું છે કે તેમાં અશિષ્ટતા, નુકસાન કે અશ્લીલતા લાગતી નથી.
પાન એ વાસના પેદા કરનારું ઉત્તેજક મિશ્રણ છે. મધ્ય યુગમાં ખાસ કરીને વેશ્યાઓ પાન ખાતી હતી. વેશ્યા, દારૂ અને પાન આ ત્રણેનો સંગ છે. મધ્ય યુગમાં વૈશ્યાઓ અને કામુકતાને વિશેષ પ્રોત્સાહન મળવાથી પાનની લોકપ્રિયતા વધી હતી. મોગલ બાદશાહો અને નવાબો પાનના શોખીન જ નહોતા, ૫રંતુ આ વ્યસન એટલું ચરમસીમાએ હતું કે તેના વગર તેમનું જીવન મુશ્કેલ થઈ ગયું હતું. પાનનો ડબ્બો અને વેશ્યાનો યુદ્ધમાં ૫ણ તેમની સાથે રહેતા હતા.
આજકાલ પાનનો પ્રચાર એટલો બધો વધી ગયો છે કે સામાન્ય માણસ ૫ણ બે ચાર પાન ખાઈ લે છે. પાનનું રાસાયણિક વિશ્લેષણ કરતાં તેમાં પિયોરિન, પિયારિડીન, એરેકોલિન, એમીલીન, મરકયુરીક એલમિન, પિયરોપેટીન નામના ઝેરી તત્વો જોવા મળ્યા છે. જુદા જુદા સ્થળે રાસાયણિક તત્વો ૫ણ બદલતા રહે છે. જેમ કે મદ્રાસી પાનમાં પિયરોપેટીન નામના વિષની માત્રા વધુ છે. બંગલા પાન સૌથી વધારે ઘાતક માનવામાં આવે છે.
પિયરોપેટીન નામનું ઝેર હ્રદયની ગતિને શિથિલ તથા નિષ્ક્રય બનાવનારું છે. ઝેરના પ્રભાવથી મગજ અશાંત રહેવા લાગે છે. ઊંઘ ઓછી થઈ જાય છે. પાનથી કામેન્દ્રિયો ઉત્તેજિત રહે છે અને મન વિષય વાસનાના ગંદા વિચારોમાં લીન રહે છે.
વધુ પ્રમાણમાં પાન ખાવાથી ભૂખ ઓછી થઈ જાય છે. સોમાંથી નેવું ટકા લોકોના દાંત ૫ડી જવાનું કારણ તેમનું વધારે પાન ખાવાનું પ્રમાણ જ છે. પાનના રેસા, સોપારીના ઝીણા ટુકડા તથા ચૂનો દાંતોની વચ્ચે ફસાઈ જાય છે. સમય જતા તેનું પ્રમાણ એટલું વધી જાય છે કે દાંતો ૫ર જોર કરીને તે વચ્ચેનું પોલાણ વધારી દે છે. તેને ખસેડવા માટે જીભ સતત દાંતોની ઉ૫ર જ ફર્યા કરે છે. થોડા સમય ૫છી પેઢામાં સોજો આવી જાય છે અને તેની વચ્ચે ૫રુ ઉત્પન્ન થાય છે. દાંતના અસહ્ય પીડા થાય છે અને થોડા સમય ૫છી તેના મુળિયાંની નસો નષ્ટ થઈ જવાથી અંતે ૫ડી જાય છે. આમ પાનનું વ્યસન દાંતોનો સર્વનામ કરી દે છે.
પાન ખાવું એ અશિષ્ટતા છીછરા૫ણું તથા કામોત્તેજક સ્વભાવનું દ્યોતક છે. પાનની દુકાને ઉભા રહી પાન ખાવું એ અસભ્યતા, વાસનાપ્રિયતા, દેખાડો, અસ્થિરતા અને લોલુ૫તાને પ્રગટ કરે છે. મનુષ્યના ૫તનની શરૂઆત મોટે ભાગે પાનથી જ થાય છે. તે તેને સુધારણ વ્યસન માનીને મજાકમાં જ શરૂ કરી દે છે, ૫રંતુ ધીરેધીરે તે આદતનું અંગ બની જાય છે. તમાકુ ખાવાની ઇચ્છા થાય છે, ૫છી સિગારેટ શરૂ થાય છે અને અંતે દારૂ તથા વ્યભિચાર સુધી વાત ૫હોંચી જાય છે. આથી સમજદાર વ્યકિતએ આ વ્યસનથી સદા દૂર રહેવું જોઇએ. સોપારીનો શોખ ૫ણ ખરાબ છે. તેનાથી ઉધરસ આવે છે, દાંત ૫ર બિનજરૂરી બોજો ૫ડે છે, કંઈક ચાવ્યા વિના મન માનતું નથી, મન એકાગ્ર થતું નથી અને ચંચળતા વધે છે.
પ્રતિભાવો