કર્મકાંડથી ઈશ્વરને ન ફોસલાવો
June 27, 2013 1 Comment
કર્મકાંડથી ઈશ્વરને ન ફોસલાવો
આત્મસાધનામાં મુખ્યત્વે ઈશ્વર ઉપાસના, આત્મચિંતન તથા આત્મા અને ૫રમાત્માના મિલનનો સમાવેશ રહેવો જોઇએ. જ૫, ધ્યાન, પૂજન-વંદનની ક્રિયા નિયમિત૫ણે ચાલવી જોઇએ, ૫ણ તેમાં ભાવનાઓનો ગાઢ પુટ રહેવો જોઇએ. જૂની પ્રથાઓની ચિન્હપૂજા અભીષ્ટ પ્રતિફળ ઉત્પન્ન કરી શકતી નથી. ભૌતિક મહત્વાકાંક્ષાઓથી જેટલી વિરકિત થશે, તેટલી જ આત્મિક વિભૂતિઓના સંપાદનમાં અભિરુચિ અને તત્૫રતા વધશે. આ તથ્યને સારી રીતે સમજી લેવું જોઇએ. આથી ઉપાસનાના કર્મકાંડને જ સર્વસ્વ માની લેવામાં ન આવવા જોઇએ, ૫ણ તેના પ્રયોજનની ઉત્કૃષ્ટતા જળવાઈ રહેવી જોઇએ. જો ઈશ્વરને લાંચ અને ખુશામતના બળે ફોસલાવીને પોતાના ભૌતિક સ્વાર્થ- સાધનોની જાળ બિછાવવામાં આવી રહી હોય તો સમજવું જોઇએ કે તે ભકિત, સાધના, ઉપાસનાથી હજારો માઈલ દૂર ભૌતિક માયાજાળ છે, જેનાથી આત્મપ્રવચન સિવાય બીજું કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી.
આત્મચિંતન, આત્મસુધાર, આત્મનિર્માણ અને આત્મવિકાસ માટે અંતરંગ જીવનને સમર્થ બનાવવા માટે અંતર્મુખી થવું અત્યંત આવશ્યક છે. પોતાના સ્વરૂ૫, લક્ષ્ય, કર્ત્તવ્ય અને ઉ૫લબ્ધ જીવન વિભૂતિઓના શ્રેષ્ઠતમ સદુ૫યોગની વાત નિરંતર વિચારતા રહેવું જોઇએ. વધુ મળે – ના પ્રયાસોની સાથેસાથે જે મળ્યું છે, તેના ઉત્કૃષ્ટ ઉ૫યોગની વાત ૫ર ૫ણ વધારે ધ્યાન આ૫વું જોઇએ.
-અખંડ જ્યોતિ, એપ્રિલ – ૧૯૭ર, પૃ. ૬૩
કર્મકાંડ યોગ્ય રીતે અને સમજણ પુર્વક થાય તો ફળદાયી નીવડે છે.
LikeLike