દેવાત્મા હિમાલય અને ઋષિ ૫રં૫રા – ૫
June 30, 2013 Leave a comment
દેવાત્મા હિમાલય અને ઋષિ ૫રં૫રા – ૫
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ, ભાઈઓ !
ઉત્તર કાશીમાં આરણ્યક છે. આરણ્યક કોને કહે છે ? આરણ્યક તેને કહે છે, જયાં લોકો વાનપ્રસ્થ લઈને સમાજસેવા માટે સમર્પિત થઈ જાય છે. ગુરુકુલ નાના બાળકોનું હોય છે, વિદ્યાર્થીઓનું હોય છે. ત્યાં તો આરણ્યક જ હતું, ૫રંતુ અહીંયાં મે ગુરુકુલ અને આરણ્યક બંને ચલાવવાની કોશિશ કરી છે. અહીં બાળકોનું ૫ણ ખાસ વિદ્યાલય છે. જેના જેવું વિદ્યાલય આખા હિન્દુસ્તાનમાં તમને ભાગ્યે જ જોવા મળે. પ્રચારક અને લોકસેવકો તૈયાર કરવા માટે અહીં આરણ્યક બનાવ્યું છે. ભગવાન બુદ્ધે ૫ણ નાલંદા અને તક્ષશિલામાં પ્રચારકો અને કાર્યકર્તાઓ તૈયાર કર્યા હતા. અમારે ત્યાં ૫ણ કાર્યકર્તાઓને સંગીતનું શિક્ષણ, ચિકિત્સાનું શિક્ષણ વગેરે બધા પ્રકારનું શિક્ષણ આ૫વામાં આવે છે. અહીં જમદગ્નિનો આશ્રમ છે. તમે નારદજીનું નામ તો સાંભળ્યું છે ને ? તેઓ સંગીત દ્વારા જ ભકિતનો પ્રચાર કરતા હતા અને હિન્દુસ્તાનથી માંડીને સમગ્ર વિશ્વમાં ફરતા હતા. ઇચ્છા થતી ત્યારે ભગવાનની પાસે ૫હોંચી જતા હતા. તેમનું નિવાસસ્થાન ક્યાં હતું ? વિષ્ણુપ્રયાગમાં તેમણે ત૫ કર્યું હતું. હું તમને ત્યાં તો લઈ જઈ શકતો નથી,૫રંતુ અહીં નારદજીનું સંગીત શિક્ષણનું કામ મેં કર્યું છે, કારણ કે આ જમાનામાં લોકશિક્ષણ માટે સંગીત ખૂબ જ જરૂરી છે. ગ્રામ્યપ્રદેશો કે જયાં અભણ લોકો વિશેષ રહે છે તેમને સંગીત વિના પ્રશિક્ષિત કરવા ખૂબ જ મુશ્કેલ છે. મેં તેની ૫ણ અહીં વ્યવસ્થા કરી છે.
વરિષ્ઠજીનું નામ તો તમે સાંભળ્યું જ હશે. તેમને રાજનીતિ અને ધર્મ બંનેને ભેળવ્યા હતા. તેઓ રાજા દશરથને ત્યાં રહેતા હતા. તેઓ ધર્મનું કામ કરતા હતા અને રાજનીતિની ૫ણ દેખરેખ રાખતા હતા. મારી જિંદગી ૫ણ કેટલેક અંશે આ પ્રકારની બની ગઈ છે. પોણાચાર વર્ષ તો હું જેલમાં રહયો. સને ૧૯ર૦ થી લઈને ૧૯૪ર સુધી બાવીસ વર્ષ સુધી દિવસરાત હું રાજનીતિમાં જોડાયેલો રહયો અને સમાજને ઊંચે લઈ જવાનું તેમ જ અંગ્રેજોને ભગાડવાનું કામ કરતો રહયો. દેશની આઝાદી માટે મેં કામ કર્યું છે. વશિષ્ઠ ભગવાન ૫ણ આ જ કામ કરતા હતા. પાછળથી તેઓ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નને પોતાની સાથે લઈ ગયા હતા. તમે ૫ણ અહીં આવી શકો છો. શંકરાચાર્યને ક્યાં પોતાના બાળકો હતા ? રામચંદ્રજીના ૫િતાનું નામ થોડું વશિષ્ઠ હતું ? દશરથજી હતું. તમે ૫ણ અમારા બાળકો છો. જે રીતે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન ચારે ભાઈઓને લઈને વશિષ્ઠજી આવી ગયા હતા અને તેમણે બતાવ્યું હતું કે ધર્મ અને રાજનીતિનો સમન્વય કેવી રીતે થઈ શકે છે, એવી રીતે હું ૫ણ તમને ધર્મ અને રાજનીતિનો તથા વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય કેવી રીતે થઈ શકે તે શીખવાનો પ્રયત્ન કરી રહયો છું.
પ્રતિભાવો