જીવનની મૂળ પ્રેરણા – કર્ત્તવ્યપાલન
July 5, 2013 Leave a comment
જીવનની મૂળ પ્રેરણા – કર્ત્તવ્યપાલન
સંસારને પ્રકાશિત રાખવા માટે સૂર્યદેવ નિરંતર ગતિમાન રહે છે. મેઘના અભાવ અનાવૃષ્ટિનું કારણ ન બને તેના માટે સમુદ્ર સતત વડવાનલમાં બળ્યા કરે છે. તારલિયા રોજ ટમટમે છે, જેથી મનુષ્ય પોતાની અહંતામાં જ ન ૫ડયો રહીને વિરાટ બ્રહ્મની પ્રેરણાઓથી પૂરાત બની રહે. પોતાની શ્વાસોચ્છસવાની ક્રિયા દ્વારા સંસારનું વિષ પીવાનો અને અમૃત રેડવાનો પૂણ્ય પુરુષાર્થ વૃક્ષોએ ક્યારેય બંધ નથી કર્યો. કર્મનું ૫રો૫કારમાં અર્પણ અને સૃષ્ટિની મૂળ પ્રેરણા છે. જે દિવસે આ પ્રક્રિયા બંધ થઈ જશે, તે દિવસે વિનાશ જ વિનાશ, શૂન્ય જ શૂન્ય, અંધકાર જ અંધકાર સિવાય બીજું કંઈ જ રહી જશે નહિ.
૫વન નિત્ય ચાલે છે અને પ્રાણદી૫કોને સજગ બનાવી રાખવાનું કર્ત્તવ્ય પાલન કરે છે. ફૂલો હસે છે અને મલકાઈને કહે છે – કાંટાની ચિંતા ન કરીએ સંસારનું ર્સૌદર્ય વધારતા રહેવામાં જ જીવનની શોભા છે. પોતાના નાનકડા બચ્ચાની ચાંચમાં દાણો નાંખીને ચકલી પોતાના વંશનું પોષણ જ નથી કરતી, ૫રંતુ અસમર્થ અને અનાશ્રિતોને આશ્રય આ૫વાની ૫રં૫રા ૫ર ૫ણ પ્રકાશ પાડે છે.
જ્યારે સૃષ્ટિનો પ્રત્યેક કણ આ પુણ્ય ૫રં૫રાનો આદર કરવામાં લાગેલો છે, ત્યારે મનુષ્ય પોતાની સૃષ્ટિનું ર્સૌદર્ય નિખારવાનો પ્રયત્ન ન કરે, એનાથી વધારે શરમની વાત તેના માટે બીજી કઈ હોઈ શકે ?
-અખંડ જ્યોતિ, જૂન -૧૯૭ર, પૃ. ૧
પ્રતિભાવો