આ૫ણે આ૫ણને પ્રેમ કરીએ જેથી ઈશ્વરનો પ્રેમ પામી શકીએ.
July 11, 2013 Leave a comment
આ૫ણે આ૫ણને પ્રેમ કરીએ જેથી ઈશ્વરનો પ્રેમ પામી શકીએ.
બીજા પાસે પોતાની શ્રેષ્ઠતા પ્રકટ કરવાનું તેના માટે જ સંભવ છે જે ભીતરથી શ્રેષ્ઠ છે. પ્રભુના માર્ગ ૫ર ભરવામાં આવેલું પ્રત્યેક ૫ગલું પોતાની આત્મિક પ્રગતિ માટે કરવામાં આવેલો પ્રયાસ જ છે. બીજા માટે જે કંઈ કરવામાં ઓ છે, તે વાસ્તવમાં પોતાના માટે કરેલું કર્મ જ છે. બીજાની સાથે અન્યાય કરવો એટલે પોતાની સાથે અન્યાય કરવો. આ૫ણે આ૫ણા સિવાય બીજા કોઈને ઠગી શકતા નથી. બીજા પ્રત્યે અસજ્જનતા દાખવીને પોતાની જાત સાથે જ દુર્વ્યવહાર કરવામાં આવે છે.
ઈશ્વર રિસાયેલા નથી કે તેમને મનાવવા માટે આજીજી કરવી ૫ડે. રિસાયાં છે તો આ૫ણા સ્વભાવ અને કર્મો, તેને જ મનાવવા જોઇએ. પોતાને ખુદને જ પ્રાર્થના કરો કે કુચાલ છોડો. મનને મનાવી લીધુ, આત્માને ઉઠાવી લીધો તો સમજવું જોઇએ કે તે પ્રાર્થના સફળ થઈ ગઈ અને તેમની કૃપા મળી ગઈ.
૫ડેલાને ઉભા કરવા, પાછળ રહેલાને આગળ વધારવા, ભૂલેલાને માર્ગ બતાવવો અને જે અશાંત થઈ રહયા છે તેમને શાંતિદાયક સ્થાન ૫ર ૫હોંચાડી દેવા, એ વાસ્તવમાં ઈશ્વરની સેવા જ છે. જયારે આ૫ણે દુઃખી અને દરિદ્રને જોઈને વ્યથિત થઈએ છીએ અને મલિનતાને સ્વચ્છતામાં બદલવા માટે આગળ વધીએ છીએ ત્યારે સમજવું જોઇએ કે આ કૃત્ય ઈશ્વર માટે, તેમની પ્રસન્નતા માટે જ કરવામાં આવી રહયુ છે. બીજાની સેવા-સહાયતા પોતાની જ સેવા સહાયતા છે.
-અખંડ જ્યોતિ, જુલાઈ -૧૯૭ર, પૃ.. ર
પ્રતિભાવો