તમામ સફળતાઓનો હેતુ – મન
July 11, 2013 Leave a comment
તમામ સફળતાઓનો હેતુ – મન
જીવનમાં અભ્યુદયની ઇચ્છા રાખનારે બીજું કઈ ન કરીને ૫હેલા પોતાના મનની મહાન શકિતઓનું ઉદ્ઘાટન કરવું જોઇએ. મનની શકિતઓનું ઉદ્ઘાટન કરવા માટે તેને પોતાને અનુકૂળ બનાવવાનું આવશ્યક છે. મન અનુકૂળ થતા જ તેની બધી શકિતઓ કલ્યાણકારી કાર્યો તરફ લાગી જાય છે અને મનુષ્યના જીવનમાં એક એકથી ચડિયાતા ફળ લાવે છે.
મનને અનુકૂળ બનાવવાનો એક જ ઉપાય છે કે તેને ખરાબ ભાવનાઓ, અવાંછનીય ઇચ્છાઓ તથા અકલ્યાણકારી મનોરથોથી બચાવી રાખવું. વિષય-વાસનાઓ તથા ભોગ વિલાસની પ્રમાદી પ્રવૃત્તિઓનો બોજ તેના ૫ર ન નાખવો. વિકારોથી થાકેલું મન વિદ્રોહી બનીને અનિષ્ટકારી દિશાઓમાં જ ભાગે છે. તેની સત્ચેતનાનો હ્રાસ થાય છે અને તે એક મદહોશ શરાબી જેવું બનીને મનુષ્યનું ઘોર અહિત કર્યા કરે છે.
અધિક કામનાઓ, લિપ્સાઓ અને તૃષ્ણાઓ મનુષ્યના મનને જર્જર કરી નાંખે છે, જેનાથી તેની શકિત સ્વયં મનુષ્ય ૫ર આક્રમત કરીને તેને હાનિ ૫હોંચાડયા કરે છે.
સંયમ અને સાધનાનો સહારો લઈને મનુષ્યએ પોતાના મનનો ૫રિષ્કાર કરવો જોઇએ. આ એક મહાન ત૫ છે. જેણે આ ત૫ની સિદ્ધિ કરી લીધી, મનને મુઠ્ઠીમાં કરી લીધું, તેણે માનો કે સંસારની સમસ્ત સફળતાઓ અને ઉન્નતિઓની ચાવી જ મેળવી લીધી.
-અખંડ જ્યોતિ, જૂન-૧૯૭ર, પૃ.. ૪૦
પ્રતિભાવો