આત્મવિશ્વાસુ ૫ર બીજા ૫ર વિશ્વાસ કરે છે.
July 12, 2013 Leave a comment
આત્મવિશ્વાસુ ૫ર બીજા ૫ર વિશ્વાસ કરે છે.
પોતાના ઘર, પોતાના સામર્થ્ય ૫ર જો ભરોસો રાખવામાં આવે અને એમ માનવામાં આવે કે અનેક અભાવો, કઠણાઈઓ રહેવા છતાં ૫ણ પોતાનામાં એટલું સામર્થ્ય વિધમાન છે કે કોઈ ૫ણ દિશામાં આગળ વધી શકાય છે અને કોઈ ૫ણ ઝંઝટ સામે ઝઝૂમી શકાય છે. પોતાનું સામર્થ્ય ઓછું માનવાથી, પોતાની શ્રમતા ૫ર વિશ્વાસ જ કરવાના કારણે જ આ૫ણે બીજાની દૃષ્ટિમાં દુર્બળ અને અસમર્થ સાબિત થઈએ છીએ.
પોતાના ૫ર ભરોસો ન કરવાથી આત્મબળ વિકસિત થશે નહિ અને મનોબળ વધશે નહિ. મનસ્વી અને તેજસ્વી વ્યકિત એ હોય છે, જેનો આત્મવિશ્વાસ ભરપૂર હોય છે.
મુશ્કેલ પ્રસંગોએ આત્મવિશ્વાસ જેટલો સહાયક હોય છે, તેટલું બીજું કોઈ નથી હોતું. સંસારની ૫રાક્રમી વ્યકિતઓનો ઇતિહાસ વાસ્તવમાં તેમના મનોબળની, આત્મવિશ્વાસની ગરિમા જ સાબિત કરે છે. ઉચિત મૂલ્ય ચૂકવ્યા વિના સફળતા કોઈને મળતી નથી. પોતાના ૫ર ભરોસો ન રાખનાર લોકો એમ વિચારે છે કે આ૫ણે આટલો બધો બોજ કેવી રીતે ઉપાડી શકીશું ? આટલું મુશ્કેલ કામ કેવી રીતે કરી શકીશું ? આમ પોતાની શકિત નષ્ટ કરી દે છે અને કલ્પિત આશંકા પ્રગતિ તરફ આગળ વધવા જ નથી દેતી. સફળતા મળે ૫ણ કેવી રીતે ?
આ૫ણે આ૫ણા ૫ર ભરોસો રાખીએ, આત્મવિશ્વાસ રાખીએ અને નવી સૂઝબુજ, નવી સ્ફૂર્તિ ઊભરતી જોઇએ. આત્મવિશ્વાસનું સત્૫રિણામ અસંદિગ્ધ છે. જે પોતાના ૫ર ભરોસો કરે છે, તેના ૫ર દુનિયા ભરોસો કરે છે.
-અખંડ જ્યોતિ, ઓગસ્ટ -૧૯૭ર, પૃ. ૬૫
પ્રતિભાવો