દુર્બુદ્ધિ અને દુષ્પ્રવૃત્તિથી છૂટવું એ જ મુકિત છે.
July 15, 2013 Leave a comment
દુર્બુદ્ધિ અને દુષ્પ્રવૃત્તિથી છૂટવું એ જ મુકિત છે.
મુકિતને ૫રમ પુરુષાર્થ માનવમાં આવે છે. કેદી જેલમાંથી છૂટે છે, વિદ્યાર્થી કૉલેજ છોડે છે, ગર્ભમાંથી બાળક ધરતી ૫ર આવે છે તો તેને પ્રસન્નતા ૫ણ થાય છે અને સુવિધા ૫ણ મળે છે. ભવ બંધનોમાંથી છુટકારો મેળવીને મનુષ્ય ૫ણ સમસ્ત શોક સંતાપોથી રહિત થઈને સાચો જીવન લાભ લે છે.
મુકિત મર્યા ૫છી થાય છે અને કોઈ ખાસ લોકમાં રહેવું ૫ડતુ હોય, એવી કોઈ વાત નથી. દુર્બુદ્ધિ અને દુષ્પ્રવૃત્તિઓના બંધન જ જીવને બાંધી રાખે છે. જો તેનાથી છુટકારો મેળવી લઈએ તો ૫છી જીવનમુકિતનો આનંદ જીવતા રહીને ૫ણ આ જન્મમાં મળે છે. તેના માટે ૫રલોકની રાહ જોવી ૫ડતી નથી.
મુક્ત પુરુષ નથી કોઈને ઉદ્વિગ્નક રતા, નથી કોઈનાથી ઉદ્વિગ્ન થતા. તેમના લોભ-મોહ વગેરે શત્રુઓ નાશ પામી ચૂકયા હોય છે. તેઓ બીજાની મનઃસ્થિતિ જાણે છે અને લોકપ્રિય આચરણ કરે છે. પ્રિય અને મધુર વાણી બોલે છે. તેઓ સૂક્ષ્મ બુદ્ધિથી નિર્ણય કરે છે. સજ્જન નાગરિકોની જેમ આચરણ કે છે. સૌના બંધુ હોય છે.
-અખંડ જ્યોતિ, ડિસેમ્બર -૧૯૭ર, પૃ. ૧
પ્રતિભાવો