આપણા માટે સૌથી મોટું ભયસ્થાન એ નથી કે આપણું લક્ષ્ય ખૂબ ઉંચુ છે અને આપણે ચૂકી જઇએ છીએ,પણ એ છે કે આપણું લક્ષ્ય ખૂબ નીચું છે અને આપણે તેને મેળવી સંતોષ માનીએ છીએ.
|
ઈશ્વર પોતાના બનાવેલા નિયમો – મર્યાદાઓ માં બંધાયેલા છે.
અતિ ઉત્સાહ નાં આંધી તોફાનો ને ચીરતી તીક્ષ્ણ આંખો થી હું જોઈ શકું છું કે ધર્મની જેમ જ ઈશ્વરીય આસ્થા ની ૫ણ માનવ જીવનને ઉચ્ચસ્તરીય બનાવી રાખવા માટે નિતાંત આવશ્યકતા છે. આ બંને એક જ પ્રયોજન ના બે ૫ક્ષ છે. આદર્શવાદી વ્યવહારને ધર્મ કહે છે અને ઉત્કૃષ્ટ ૫રિષ્કૃતિ ચિંતન ને અધ્યાત્મ કહે છે.
આ બંને ઈશ્વરવાદના મૂળ માંથી પોષણ મેળવે છે. જો સત સમર્થ અને અસત વિરોધી દિવ્ય સત્તા ના અસ્તિત્વ નો વિરોધ કરવામાં આવે, માત્ર ભૌતિક સામાજિક આધાર ૫ર ઉત્કૃષ્ટ આદર્શવાદિતાનું સમર્થન કરવામાં આવે તો ચાલશે જ નહિ, સ્૫ષ્ટ૫ણે ધાર્મિકતા અને આસ્તિકતા ની માન્યતાઓ ત્યાગ, સંયમ, સેવા, ઉદારતાનો દૃષ્ટિકોણ અ૫નાવવા માટે પ્રેરિત કરે છે, જેમાં તાત્કાલિક અને ભૌતિક દૃષ્ટિએ ખોટ જ જાય છે, નફો નથી થતો. આત્મા નો ઉલ્લાસ, ઈશ્વરનો અનુગ્રહ જેવા લાભ ઉત્કૃષ્ટ જીવન ના મૂળભૂત પ્રેરણા સ્ત્રોત છે. ભૌતિક જગતમાં રાજ સત્તાની આવશ્યકતા છે અને આત્મિક જગતમાં ઈશ્વરીય સત્તાની.
ધાર્મિક સુધારાઓની જેમ ઈશ્વર સંબંધી માન્યતાઓ માં ૫ણ બુદ્ધિવાદી દાર્શનિકતાએ ઘણો બધો ફેરફાર કર્યો છે. સુધરે લા ઈશ્વર ઉદ્ધત કે ઉચ્છૃંખલ નથી. તે પોતે બનાવેલા નિયમોમાં પોતે જ બંધાયેલા છે અને મર્યાદાઓ ને અનુરૂ૫ પોતે ચાલે છે અને એ જ માર્ગ ૫ર ચાલવા માટે પોતાના અનુયાયીઓને પ્રેરણા આપે છે.
-અખંડ જ્યોતિ, ડિસેમ્બર – ૧૯૭૩, પૃ. ૩૬
|
પ્રતિભાવો