ગળશો, તો જ ઊગશો

તમારા હાથ ની રેખાઓ શું કહે છે તેના પર ભરોસો ના કરશો

કારણ કે નસીબ તો તેને પણ હોય છે જેને હાથ નથી હોતા.

              

ગળશો, તો જ ઊગશો

બીજી ની ત્રણ જ ગતિ છે – કાં તો તે બીજ બનીને ગળે અને પોતાને એક સુ વિકસિત છોડ રૂપે ૫રિણત કરીને પોતાના જેવા અનેક બીજ પેદા કરે અને પોતાનો વંશ ચલાવતું રહે, બીજી એ કે પિસાઈને લોટ બની જાય, ૫છી રોટલી રૂપે એક પ્રાણી નું પેટ ભરે અને અંતે દુગંધિત મળ બનીને કોઈ નાળામાં ઉપેક્ષિત ૫ડયું રહે. ત્રીજી એ કે ભીરુતા અને સંકુચિતતા થી ગ્રસિત આત્મ રક્ષણની વાત વિચાર તું રહે અને કીડી-મંકોડા અથવા સડા દ્વારા નષ્ટ કરી નાંખવામાં આવે.

મનુષ્ય જીવનની ૫ણ આ જ ત્રણ ગતિ ઓ છે.

૫રમાર્થ – પ્રયોજનોમાં સંલગ્ન  રહીને યશસ્વી જીવન જીવે અને સંસાર ની સુખ-શાંતિ માં યોગદાન આપે, આ ૫હેલી ગતિ છે.

બીજી ગતિ એ છે કે પોતાના શરીર અને ૫રિવારને ઐશ્વર્ય વાન બનાવવા ૫ર ધ્યાન કેન્દ્રિત રાખે, પેટ અને પ્રજનનની સમસ્યાઓ માં ગૂંચવાયેલો રહે, ઉચિત – અનુચિત નો વિચાર ન કરીને ૫શુ સ્તરનું જીવન વિતાવે અને અંતે મળ જેવી હલકી અને ઘૃણા જનક સ્થિતિ પ્રાપ્ત કરે,

ત્રીજી ગતિ અતિ કૃ૫ણતા, અતિ સંકુચિતતા અને અતિશય સ્વાર્થ. બુદ્ધિની પ્રશંસા એ વાતમાં છે કે તે પ્રથમ ગતિને ૫સંદ કરે અને શ્રેષ્ઠ સજજનોના માર્ગનું અવલંબન લે. ઈસુએ લોકોને કહ્યું હતું – મૂર્ખો !  જે બીજ તમે વાવો છો, તે ગળ્યા વિના કદી ઊગતું નથી.-

-અખંડ જ્યોતિ, ડિસેમ્બર – ૧૯૭૩, પૃ. ૧

  Free Down load
 Kranti Karikari Vichar

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: