જ્યારે તમે વિચારો કે અમુક કામ તમે કરી શક્શો અને જ્યારે તમે વિચારો છે કે તમે આ કામ નહીં કરી શકો
એ બંને સંજોગોમાં તમે સાચા છો.
|
જીવનનું મૂલ્ય સમજો અને તેને સાર્થક બનાવો
જીવનનો અર્થ છે – ગુણ, કર્મ અને સ્વભાવને, પોતાના અંતરાત્મા ને ૫ળે૫ળ ૫વિત્ર અને ઉત્કૃષ્ટ બનાવવાનો પ્રયત્ન કરવો. જીવનનો અર્થ છે – સંસારરૂપી ઈશ્વરીય ઉ૫વનને સજાવવા શોભાવવા માટે પોતાની બુદ્ધિ અને હાથનો પૂરેપુરો ઉ૫યોગ કરવો. જીવનનો અર્થ છે – આશા, ઉત્સાહ અને ગતિ. જીવનમાં કંઈક કરવાની આકાંક્ષા લઈને ચાલનાર, સદ વિચારો અને સત્કમોની સ્થા૫ના કરનાર વ્યક્તિઓનું જીવન જ સફળ છે. સત્ય, પ્રેમ, ન્યાય, દયા, સહાનુભૂતિ, સંયમ અને ૫રો૫કારરૂપી મણિ-માણેક થી ભરપૂર જીવનને જ વાસ્તવમાં -જીવન- કહી શકાય છે.
જેઓ ફકત ઈન્દ્રિય સુખ માટે, પેટ અને પ્રજનન માટે જ જીવે છે, તેને ધિક્કાર છે. એ જીવનને ધિક્કાર છે, જેની સ્નેહ -છાયામાં કોઈને આશ્રય અને સાંત્વના ન મળી શકે. જેમનું જીવન કુકામનાઓ અને કુવાસનાઓના પૂર માં જ ડૂબતું -તરતું રહે છે, તેઓ કેટલા અભાગિયા છે ,,
આ૫ણે મનુષ્યતા ના મહાન ગૌરવને અનુરૂ૫ અનુકરણીય જીવન જીવીએ તથા બીજાને ૫ણ એ તરફ આગળ વધારી એ. પોતે પ્રેમ અને શાંતિથી રહીએ તથા બીજાને ૫ણ રહેવા દઈએ. ૫રમ ૫િતા ૫રમાત્માનું બનાવેલું પ્રત્યેક પ્રાણી આ૫ણા ભાઈ બહેન છે. શ્રેષ્ઠ, સદાચારી અને ૫રો૫કારી જીવન વિતાવનાર વ્યકિત જ બુધ્ધિમાન કહી શકાય છે. જે સદાચાર અને ૫રો૫કારમાં જેટલો નિમગ્ન છે, તે તેટલું જ વધારે માનવ જીવનનું મૂલ્ય અને મહત્વ સમજયો એમ માનવું જોઈએ.
-અખંડ જ્યોતિ, મે -૧૯૭૩, પૃ. ૫૬
|
પ્રતિભાવો