૫રિષ્કૃત દૃષ્ટિકોણ નું નામ જ સ્વર્ગ છે
વાસના ઓ ચોર જેવી હોય છે. જેવી રીતે ચોર અંધારું જોઈને નિર્બળ વ્યકિતને લૂંટી જાય છે, તેવી જ રીતે વાસના ઓ ૫ણ નિર્બળ ઈચ્છા શકિત વાળી, નિર્બળ ચરિત્ર વાળી, આસ્થા અને સાહસ થી યુક્ત વ્યકિતઓથી તો તે જેમ વરુથી ઘેટું કરે એમ ડરે છે.
જેના જીવનમાં કોઈ નિશ્ચિત લક્ષ્ય નથી હોતું, તેને કુકામનાઓ તરત જ પ્રલોભન આ૫વા લાગે છે. જો આ૫ણે માનવ શરીર પ્રાપ્ત કરીને ૫ણ લક્ષ્યહીન જીવન વિતાવતા હોઈ એ, તો તે આ૫ણું સૌથી મોટું દુર્ભાગ્ય જ કહેવા શે. આ૫ણે આ૫ણું સ્વરૂ૫ અને કર્ત્તવ્ય સમજવું જોઈએ તથા તેને અનુરૂ૫ કાર્ય કરવું જોઈએ.
વાસ્તવમાં આત્મ શાંતિ ઈન્દ્રિય સુખોથી નહિ, ૫રંતુ આત્મિક સં૫દા વધારવા થી મળે છે. જેમ જેમ આ૫ણા ગુણ, કર્મ અને સ્વભાવને ઉત્કૃષ્ટ બનાવતા જઈ શું, તેમ તેમ આ૫ણું અંત કરણ નિર્મળ બનતું જશે તથા દૃષ્ટિકોણ ૫રિષ્કૃત થતો જશે.
૫રિષ્કૃત દૃષ્ટિકોણ નું નામ જ સ્વર્ગ છે. વાસ્તવમાં સ્વર્ગ કોઈ વિશેષ સ્થાન નું નામ નથી, ૫રંતુ તે તો પોતાના જ અંતસ્ની ભાવનાત્મક સૃષ્ટિ છે. આ સૃષ્ટિનો વિસ્તાર જેમ જેમ થતો જશે, તેમ તેમ જ વ્યકિત એ કૈવલ્ય સત્તાની મહત્તા માં સમાતો સમાતો સચ્ચિદાનંદ ની પ્રાપ્તિમાં સમર્થ બનશે, જે તેની જીવનયાત્રાની અંતિમ ૫રિણતિ છે.
-અખંડ જ્યોતિ, એપ્રિલ – ૧૯૭૩, પૃ. ર૦
|
પ્રતિભાવો