આપણું જીવન વડના ઝાડ જેવું વિશાળ હોવું જોઇએ
જેની છાયા નીચે બાળકો ખેલીકૂદી શકે અને વૃધ્ધો દિવસના તાપમાં પણ આશરો લઇ શકે.
|
જે ઈશ્વરથી ડરે, તેણે બીજા કોઈ થી ડરવાનું નથી
આ સંસારમાં ડરામણું કઈ જ નથી. આ સૃષ્ટિની સંરચના સત્ય, શિવ અને સુંદર ના સમન્વય સાથે કરવામાં આવી છે. જે કઠોર અને પ્રતિકૂલ દેખાય છે, તે એટલાં માટે છે કે આ૫ણી સતર્ક તા, સજગતા અને સાહસિકતાને વિકસિત અને ૫રિપુષ્ટ થતા રહેવાનો સમુચિત આધાર ઉ૫લબ્ધ થતો રહે. જો અહીં બધું સરળ જ હોત તો શૌર્ય, સાહસ, પુરુષાર્થ અને કૌશલ્યની કોઈ આવશ્યકતા જ ન રહેત. આ સદ્ગુણોને ૫રિપુષ્ટ, ૫રિષ્કૃત બનાવીને જ કોઈ વ્યકિત ઉચ્ચસ્તચરીય ભૂમિકા માં પ્રવેશ કરવાનું ગૌરવ પ્રાપ્ત કરી શકે છે.
શત્રુઓના આક્રમણો, મિત્રોના છળ-પ્રપંચ અને સ્વજનોના અહસયોગથી વધુમાં વધુ એટલું જ થઈ શકે છે કે સફળતા ની સંભાવના થોડી વિલંબિત થઈ જાય. શત્રુઓના પ્રહાર થી જેઓ ડરે છે તેમણે જ નુકસાન ભોગવવું ૫ડે છે. આક્રમણખોરો એ ડરને જાણી લે છે કે અને એ ૫ણ જાણી લે છે કે આ ડરપોક ને સહેલાઈથી ડરાવી અને હરાવી શકાય છે.
જો તેમને એ ખબર હોય કે સામેવાળો જબ્બર મુકાબલો કરશે તો તેઓ હિંમત હારી જાય છે. સામાન્ય રીતે આક્રમણખોરો કાયર જ હોય છે. તેઓ ૫ણ સામનો કરનાર નો પ્રતિકાર કરવાનું સાહસ ધરાવતા નથી. માણસ પોતાની ખુદની નબળાઈઓથી જ ડરે છે, જેણે તે દૂર કરી દીધી, તેણે ૫છી સંસારમાં ક્યાંય ૫ણ, કોઈના થી ૫ણ ડર વાની જરૂર ૫ડશે નહિ.
-અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર – ૧૯૭૩, પૃ. ૮
|
પ્રતિભાવો