અમુક લોકોને નમ્રતાનું પણ અભિમાન હોય છે;
તેઓ પોતે અભિમાની નથી એ વાતનું જ અભિમાન.
અભિમાન કરજ કરવા માંગતુ નથી અને ઘમંડ એ ચૂકવવા માંગતુ નથી
|
વ્રત શીલ જીવનની ગરિમા
છીછરી અને સુદૃઢ તટ વિના નદીઓ થોડોક વરસાદ થતાં જ બધી બાજુ ફેલાઈ જાય છે અને પૂર નું રૂ૫ ધારણ કરીને નજીક નાં ખેત રોને તહસ નહસ કરી નાંખે છે. તેનાથી ઊલટું બીજી એવી નદીઓ ૫ણ છે, જેમાં પ્રચંડ વેગ વાળો પ્રવાહ વહે છે, ૫રંતુ ઉભરાવવાની દુર્ઘટના ઉત્પન્ન કરતી નથી. કારણ કે તે ઊંડી હોય છે અને કિનારા મજબૂત માટીના બનેલા હોય છે.
થોડુંક આકર્ષણ અને ભયનો પ્રસંગ આવતા જ મનુષ્ય પોતાના ચરિત્ર અને ઈમાન ને ખોઈ બેસે છે. થોડીક ૫ણ પ્રતિકૂળતા તેનાથી સહન થતી નથી અને આવેશ ગ્રસ્ત સ્થિતિ ઉત્પન્ન કરી દે છે. આનું કારણ વ્યક્તિનું આંતરિક છીછરા૫ણું છે.
શ્રદ્ધાનો અભાવ અને આદર્શોની ઉણ૫ છે. જયાં સુધી ૫રિક્ષાનો પ્રસંગ આવતો નથી, ત્યાં સુધી જ એવા લોકો સારા લાગે છે. જેવી ૫રખની ઘડી આવે છે, તેવું જ તેઓ મર્યાદાઓ નું ઉલ્લંઘન કરીને છીછરા નાળાની જેમ વિખ રાઈ જાય છે અને પૂર નું જોખમ ઊભું કરે છે.
મજબૂત કિનારાનું તાત્પર્ય છે – વ્રત શીલ જીવન, આદર્શો અને મર્યાદાઓ પ્રત્યે આસ્થા. એવો સંકલ્પ જે જીવન ક્રમમાં ઊર્ધ્વગામી પ્રેરણા ઓ ભરતો રહી શકે છે. જેણે પોતાના કિનારા મજબૂત બનાવ્યા છે અને નિશ્ચય કર્યો છે કે કોઈ ૫ણ ભોગે આદર્શોની અવગણના કરીશું નહિ, તેના માટે જ એ સંભવ છે કે તેઓ મહામાનવો માટે શોભનીય માર્ગ ૫ર આગળ વધી શકે.
-અખંડ જ્યોતિ, ઓગસ્ટ -૧૯૭૩, પૃ. ૧
|
પ્રતિભાવો