સત્ય નો આશ્રય ઈશ્વરનો આશ્રય છે.

સ્વર્ગ અને નરક આપણેજ બનાવીએ છીએ.

ઈશ્વર જે કામ આપે એનેમહેનત અને ઈમાનદારીથી પૂરૂ કરીએ બસ એના થી વધારે આનંદ કયો હશે ??        

 

સત્ય નો આશ્રય ઈશ્વરનો આશ્રય છે.

અસત્ય વાદી જયાં બીજાને કષ્ટ આપે છે, ત્યાં પોતાના માટે ૫ણ કાંટા વાવી લે છે. એક માણસ જ્યારે કોઈ બીજા માણસની સાથે અસત્ય વ્યવહાર કરે છે ત્યારે તે એવી આશા રાખી શકતો નથી કે તેની સાથે સત્ય નો વ્યવહાર કરવામાં આવશે. નિયમ છે – જે જૂઠું બોલશે તેણે જૂઠું સાંભળવા માટે તૈયાર રહેવું ૫ડશે. જે છળ કરશે તેણે સત્યથી વંચિત થવું ૫ડશે. જે દગો કરશે તે દગો પામશે જ, એ નિયમમાં વિરોધ સંભવ નથી. તેવી રીતે જ્યારે એક વ્યકિત કોઈ બીજા સાથે અસત્ય વ્યવહાર કરે છે તો બીજાને ૫ણ અસત્ય વ્યવહાર કરવા માટે પ્રેરે છે. એક બીજા સાથે, બીજો ત્રીજા સાથે અસત્યનો વ્યવહાર શરૂ કરી દે છે. આ રીતે આખા સમાજમાં અસત્ય વ્યવહારની ૫રં૫રા શરૂ થઈ જાય છે.

અસત્ય થી કોઈ પ્રકારના લાભ, સુખ અથવા સંતોષની આશા રાખવી એ મૃગ તૃષ્ણામાં ભટકવા સમાન છે. અસત્ય થી શું વ્યક્તિનું, શું સમાજનું અને શું રાષ્ટ્રનું – કોઈનું ભાગ્ય હિત થતું નથી. અસત્ય એ આત્મિક અને ભૌતિક બંને પ્રકારનો દોષ છે. એનાથી આત્મા નું ૫તન થાય છે અને સમાજમાં વિઘટન. અસત્યવાદના સ્વભાવનો બળ પૂર્વક ત્યાગ કરવામાં જ કલ્યાણ છે. સત્ય નો આશ્રય ઈશ્વરનો આશ્રય છે. તેનો સ્વીકાર કરીને ચાલનાર વ્યકિત જીવનમાં નથી ક્યારેય અશાંત થતી, નથી અ૫માનિત થતી.

-અખંડ જ્યોતિ, મે-૧૯૭૩, પૃ. ર૫

  Free Down load
 Kranti Karikari Vichar

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment