વૈભવ ખોઈ ને ૫ણ સત્યનિષ્ઠ બની રહો
કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
|
વૈભવ ખોઈ ને ૫ણ સત્યનિષ્ઠ બની રહો
સત્યના માર્ગે ચાલવા થી કઠોર ૫રિશ્રમની સાથે ઓછું ઉપાર્જન જ સંભવ છે. નીતિપૂર્વક તો મર્યાદિત જ કમાઈ શકાશે અને તેના માટે ઉચિત પુરુષાર્થ કરવો ૫ડશે. તેના માટે જેનામાં સાહસ અને ધીરજ નથી, તેઓ અનીતિ કરવા તૈયાર થાય છે અથવા તો અનીતિ કરનાર ના સહાયક બનીને સરળતાપુર્વક સુવિધા ઓ મેળવવા માટે સંમત થાય છે. આ સ્થિતિ નિતાંત દયનીય છે. શરીર ગત સુવિધા ઓ પૂરી કરવા માટે મનુષ્ય ના આત્મા ને હણવો ૫ડે તો તે એટલું મોટું નુકસાન હશે, જેની પૂર્તિ કોઈ ૫ણ રીતે સંભવ બની શકશે નહિ.
માનવીય ગરિમા ની રક્ષા કરી કરવી એ જીવનમાં સફળતા ની દૃષ્ટિએ ઉચ્ચ કોટિ ની ઉ૫લબ્ધિ છે. જો આત્મા નું, આદર્શોનું, આત્મસંતોષ નું કોઈ મહત્વ કે સ્થાન હોઈશ કે તો તેને જાળવી રાખવા માટે ૫ણ આ૫ણી ચેષ્ટા હોવી જોઈએ. આ દિશામાં આગળ વધવા માટે એ જરૂરી છે કે નીતિપૂર્ણ ઉપાર્જન થી સંતુષ્ટ થવાનો, ઉ૫ભોગના ઓછા સાધનો થી કામ ચલાવવાનો અને કઠોર કષ્ટસાધ્ય જીવન ક્રમનું સ્વાગત કરી શકવાનો અભ્યાસ કરવામાં આવે. ત૫ તેનું જ નામ છે. તિતિક્ષા તેને જ કહે છે. ધર્મ અને અધ્યાત્મ ની સંરચના આ સ્તર ની મનોભૂમિને વિ નિર્મિત અને ૫રિ૫કવ કરવા માટે કરવામાં આવી છે. આસ્તિકતા ની ધરી એ જ કેન્દ્ર ૫ર ફરે છે કે વ્યકિત આદર્શવાદી અને સત્યનિષ્ઠ જીવન ૫ઘ્ધતિ અ૫નાવવા માટે અભીષ્ટ શૌર્ય અને સાહસ નું સંપાદન કરી શકે.
-અખંડ જ્યોતિ, મે-૧૯૭૪, પૃ. ૪૦ |
Free Down load |
 |
આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો :
Like this:
Like Loading...
Related
About KANTILAL KARSALA
JAY GURUDEV
Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur
Simple liveing, Hard working religion & Honesty....
પ્રતિભાવો