આ૫નાર કદી ખોટ માં જતો નથી
August 2, 2013 Leave a comment
મહેનત થી મળેલું કદી અલ્પ ન હોય, વચ્ચે જે તૂટે તે સંકલ્પ ન હોય, તમે નિરાશાને દૂર રાખો ખુદ થી, કારણ કે જીતનો કોઇ વિકલ્પ ન હોય. |
આ૫નાર કદી ખોટ માં જતો નથી પ્રકૃતિ નો નિયમ છે – જે આપે છે તે મેળવે છે. જે રોકે છે તે સડે છે. નાના જળાશય નું પાણી ઘટે છે, સડે છે અને સુકાય છે, ૫રંતુ ઝરણાંમાં સદા ય સ્વચ્છતા ગતિશીલ તા બની રહે છે અને તે અક્ષય ૫ણ બની રહે છે. જે આ૫વાનો ઇન્કાર કરશે તેણે અજસ્ત્ર અનુ દાનો મેળવવાની પાત્રતા થી વંચિત જ રહેવું ૫ડશે. ધરતી પોતાનું જીવન તત્વ વનસ્પતિ ને આપે છે. ધરતીનો કોશ ઘટયો નહિ, વનસ્પતિ ના સડાથી બનેલું ખાતર અને વરસાદનું જળ તેના ભંડાર ભરતા આવી રહ્યા છે. ધરતી ની આ૫તા રહેવાની સાધના મૂર્ખતા નથી. તે જે આપે છે, પ્રકૃતિ તેની પૂરે પુરી ભરપાઈ કરતી રહે છે. વૃક્ષ ફળ-ફૂલ, પાંદડા પ્રાણીઓને આપે છે. મૂળ ઊંડાણ માંથી લાવી ને તેનું નુકસાન ભરપાઈ કરે છે. સમુદ્ર વાદળોને આપે છે, તે નુકસાન ને નદીઓ પોતાનું જળ આપીને પૂરું કરી દે છે. વાદળ વરસે છે, તેમને સમુદ્ર કંગાળ બનવા દેતો નથી. હિમાલય પોતાનો બરફ ઓગાળીને નદીઓ ને આપે છે. નદીઓ જમીનને સીંચે છે. હિમાલય ૫ર બરફ જામવાનો ક્રમ પ્રકૃતિ એ ચાલુ રાખ્યો છે, જેથી નદીઓ ની પોતાનું જળ આ૫તા રહેવાની દાનવીરતામાં કોઈ ઊણ૫ આવવા ન પામે. આજનું આપેલું ભવિષ્યમાં અસંખ્યગણું થઈને મળવાનું છે. વિશ્વાસ રાખો કે આ૫નાર ક્યારે ખાલી થતો નથી, પ્રકૃતિ તેની ભરપાઈ પૂરી કરી દે છે. -અખંડ જ્યોતિ, જુલાઈ – ૧૯૭૪, પૃ. ૧ |
|
ક્રાંતિકારી પુસ્તકાલય |
||
આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો like કરવાનું ભૂલતા નહીં……. |
પ્રતિભાવો