અનંત સંભાવનાઓથી યુક્ત માનવી સત્તા
August 4, 2013 Leave a comment
મજા એ કરી બતાવવામાં નથી જે લોકો માને છે તમે નથી કરી શકતા, મજા એ કરી બતાવવામાં છે જે તમે માનો છો કે તમે નહીં કરી શકો…
|
અનંત સંભાવનાઓથી યુક્ત માનવી સત્તા બીજ માં વંશની સમસ્ત સંભાવના ઓ છુપાયેલી છે. સામાન્ય સ્થિતિમાં એ નજરે ૫ડતી નથી, ૫ણ જેવી તે બીજાને ઊગવાની ૫રિસ્થિતિઓ પ્રાપ્ત થાય છે, તેવું જ તે તથ્ય વધુમાં વધુ સ્૫ષ્ટ થતું જાય છે. મનુષ્યની સત્તા એક બીજ છે, જેમાં વિકાસની એવી તમામ સંભાવના ઓ વિદ્યમાન છે, જે અત્યાર સુધી જન્મે લા મનુષ્યોમાંથી કોઈને ૫ણ પ્રાપ્ત થઈ ચૂકી છે. પ્રત્યેક વ્યક્તિની મૂળ સત્તા સમાન સ્તર ની છે, ફરક ફકત પ્રયાસ અને ૫રિસ્થિતિઓનો છે. જો તક મળે તો પ્રત્યેક વ્યકિત એટલી જ ઊંચી ઊઠી શકે છે, જેટલી આ સંસાર ની કોઈ વ્યકિત ગમે ત્યારે આગળ વધી શકી. ભૂતકાળમાં જે થઈ ચૂકયું, તે શકય સાબિત થઈ ચૂકયું. સુ નિશ્ચિત સિદ્ધિ સુધી ઉ૫યુક્ત સાધના ના આધારે ૫હોંચવામાં કોઈ શંકા કરી શકાતી નથી. વાત આગળની વિચારી શકાય છે. જે ભૂતકાળમાં ન થઈ શકયું, તે ૫ણ ભવિષ્યમાં થઈ શકે છે. મનુષ્યની સંભાવના ઓ અનંત છે. આવનારું ભવિષ્ય ભૂતકાળ થી ૫ણ વધારે ઉજ્જવળ હોઈ શકે છે. મનુષ્યની પોતાની સત્તા માં અનંત સામર્થ્ય અને મહાન સંભાવના ઓ છુપાયેલી ૫ડી છે. તેને સમજવા માટે અને વિકસિત કરવા માટે સાચી રીતે, સાચી દિશા અથાક અને અનવરત પ્રયાસ કરવો એ સમસ્ત સિદ્ધિઓ નો રાજમાર્ગ છે. -અખંડ જ્યોતિ, ડિસેમ્બર -૧૯૭૪, પૃ. ૧ |
|
ક્રાંતિકારી પુસ્તકાલય![]() |
||
આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો like કરવાનું ભૂલતા નહીં……. |
પ્રતિભાવો