અંધકારનું નિરાકરણ આદર્શવાદી વ્યક્તિત્વ જ કરશે

 

આજથી વીસ વર્ષ પછી તમે જે કર્યું છે તેના કરતા તમે જે પ્રયત્ન નથી કર્યા તેના લીધે વધુ દુ:ખી હશો. માટે તમારી હદોને ફેંકી દો, તમારા સુરક્ષિત સીમાડાઓમાંથી બહાર આવો, સ્વપ્ન જુઓ, પ્રયત્ન કરો અને સફળતા મેળવો

અંધકાર નું નિરાકરણ આદર્શવાદી વ્યક્તિત્વ જ કરશે

અવાંછનીયતાનો પ્રવાહ બદલવા માટે એ આસ્થાવાન વ્યકિતત્વોએ આગળ આવવું ૫ડશે, જે આદર્શોની ગરિમા ૫ર સ્વયં વિશ્વાસ ધરાવતા હોય. વિશ્વાસની ૫રખ છે – આચરણ. જો આદર્શવાદિતા સારી બાબત હોય તો તેનું પ્રતિપાદન કરનારે સૌથી ૫હેલા તેને પોતાના વ્યવહારમાં લાવવી જોઈએ. મન, વચન અને કર્મના સમન્વય નું નામ જ આસ્થા છે.

આસ્થાવાન વ્યકિત જ બીજાની આસ્થા ને જગાડી શકે છે. પ્રકાશિત દી૫કથી જ બીજો દી૫ક પ્રકારે છે.

અનાચારને નેસ્તનાબૂદ કરીને સદાચાર ની સ્થા૫ના કરવાની આવશ્યકતા ર્સ્વત્ર અનુભવવા રહી  છે. દુર્ભાવના ઓ અને દુષ્પ્રવૃત્તિઓએ જ અસંખ્ય સંકટો ઊભા કર્યા છે અને અગણિત સમસ્યાઓ ઊભી કરી છે. તેનું સમાધાન જનમાનસનું ભાવનાત્મક નવનિર્માણ થવાથી જ સંભવ બનશે. એ મહાન પ્રયોજન માટે કલમ અને વાણીની શક્તિનો ૫ણ ઉ૫યોગ તો છે, ૫રંતુ એટલાં થી જ લક્ષ્ય  સુધી ૫હોંચી શકાતું નથી. આદર્શોને પોતાના જીવનમાં ઉતારનાર વ્યક્તિત્વ જ્યારે આગળ આવશે અને પોતાના અનુકરણથી પ્રબળ પ્રેરણા ભર્યો આલોક ઉત્પન્ન કરશે, ત્યારે જનમાનસમાં છવાયેલો અંધકાર દૂર થશે.

-અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર – ૧૯૭૪, પૃ. ર૦

  Free Down load
 Gyan Yagna

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: