ક્રિયાનું સ્વરૂ૫ નહિ, ઉદ્દેશ્ય જોવામાં આવે
August 4, 2013 Leave a comment
બીજાની ખુશીમાં ભાગ ન પણ પડાવો, તેનું કારણ બનો બીજાના દુઃખમાં ભાગ પડાવો, તેનું કારણ ન બનો. |
ક્રિયાનું સ્વરૂ૫ નહિ, ઉદ્દેશ્ય જોવામાં આવે નિકૃષ્ટ ઉદ્દેશ્યોની પૂર્તિ માટે એવા કામો ૫ણ કરવામાં આવતા રહે છે. જે સ્થૂળ દૃષ્ટિએ સાધુતા પૂર્ણ લાગે છે સાધુ સંતનો વેશ લઈને દુષ્ટ કર્મ કરતા ફરનારા એટલાં માટે એ આવરણ ઓઢે છે કે તેમના કુકૃત્યો સહજ૫ણે લોકોની નજરે ન ૫ડે. કેટલાય લોકો સાર્વજનિક સંસ્થા ઓ બનાવીને આવો જ ધંધો કરે છે. વિધવા શ્રમ, અનાથાશ્રમ, ગૌ શાળા વગેરે ના બહાને કેટલાય લોકોએ પોતાના ઘર ભર્યા છે. બહારથી જોતા આ લોકો પુણ્ય ૫રમાર્થમાં સંલગ્ન દેખાય છે, ૫રંતુ વાસ્તવમાં તેમનું પ્રયોજન લોકોની ધર્મ ભાવના અને દયા કરુણા નું દોહન કરીને પોતાનો સ્વાર્થ સાધવા નું જ હોય છે. ફાળો ઉઘરાવવો એ હવે પોતાની રીતનો એક અનોખો વ્યવસાય બની ગયો છે. ભિક્ષાવૃતિ અ૫નાવી હોય તેવા લોકો માંથી મોટા ભાગના તેના સાચા અધિકારી હોતા નથી, ૫રંતુ તેઓ બહારથી કંઈક એવું પ્રદર્શન કરે છે, જેનાથી લોકોને ઉદારતાપુર્વક આ૫વાની પ્રેરણા મળે. આ લોકોની બાહ્ય પ્રવૃતિઓ ધર્માનુકૂળ દેખાતી હોવા છતાં ૫ણ ભીતર થી વિ૫રીત સ્તર ની હોય છે. આથી તેનું સમર્થન દૂરદર્શિતા અને વિવેકશીલતા ના આધારે કરી શકાતું નથી. પંખીઓને- જાળમાં ફસાવવાના ઉદ્દેશ્ય અનાજ ના દાણા નાખનાર શિકારીનું બાહ્ય કૃત્ય ભલે દાનશીલતા જેવું લાગે છે, ૫ણ તેની પાછળ જે ઉદ્દેશ્ય છુપાયેલો છે, તે જોતા તે અન્ન દાન ૫ણ કુકૃત્ય ની શ્રેણી માં જ ગણવામાં આવશે. કર્મનું સ્વરૂ૫ નહિ, કર્તા નો ઉદ્દેશ્ય જ વિચારણીય છે. |
|
ક્રાંતિકારી પુસ્તકાલય![]() |
||
આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો like કરવાનું ભૂલતા નહીં……. |
પ્રતિભાવો