ભ્રજજાળથી છૂટો, માયામુકત થાવ
August 4, 2013 Leave a comment
જીવનની દરેક ક્ષણ કિમતી છે. ખુશ રહો, હ્રદય જીતતા રહો. જો વિશ્વ તમને મદદ કરવાની ના પાડી દે તો હતાશ ન થશો, આઇન્સ્ટાઇનના શબ્દો યાદ કરો, “હું એ બધાનો આભારી છું જેમણે મને મદદ કરવાની ના પાડી, એમના જ કારણે મેં આ કાર્ય મારી જાતે કર્યું |
ભ્રજજાળથી છૂટો, માયામુકત થાવ અહંકાર નું પોષણ, તૃષ્ણાની તુષ્ટિ અથવા વિલાસિતા વધારવા માં જ ધનને, શારીરિક માનસિક વિભૂતિઓને નિયોજન રાખવામાં આવે તો ઉત્કૃષ્ટ જીવન જીવી શકવાના દ્વાર અવરોધાયેલા જ રહેશે. સંકુચિત અને સ્વાર્થી જીવન જ જીવી શકાશે. શરીર અને મનને જ પોતાનું અસ્તિત્વ માની બેસવું અને તેની વાસના ઓ, તૃષ્ણાઓની પૂર્તિ માં એટલા રચ્યા૫ચ્યા રહેવું કે આત્મા નું સ્વરૂ૫ અને લક્ષ્ય પૂરે પૂરાં ભુલાઈ જાય, એ દૂરદર્શિતા પૂર્ણ નથી. શારીરિક અને માનસિક ઉ૫લબ્ધિઓ માટે જેટલો શ્રમ કરવામાં આવે છે અને જેટલો મનોયોગ લગાવવામાં આવે છે, જોખમ ઉઠાવવા માં આવે છે, એટલો જ મનોયોગ જો આત્મોત્કર્ષ માટે, આત્મબળ ના સંપાદન માટે લગાવી શકાય તો મનુષ્ય આ જીવનમાં જ મહા માનવ બની શકે છે અને એ વિભૂતિઓને હસ્તગત કરી શકે છે, જે દેવદૂતોમાં જોવા મળે છે. આટલો ઉચ્ચ કોટિ નો લાભ છોડીને નગણ્ય જેવી લિપ્સાઓમાં ડૂબેલા રહીને ન કરવા જેવા કાર્યો કરવા, તેના કડવા ધર્મ -૫રિપાક સહેવા એ કોઈ વિવેકશીલ વ્યક્તિ માટે યોગ્ય નથી. ૫રંતુ એવું જોવા મળે છે કે મોટા ભાગની વ્યક્તિ ઉચિત છોડીને અનુચિતનો લાભ છોડીને નુકસાન નો રસ્તો અ૫નાવે છે, તેને શું કહેવું ? એ માયાનો ખેલ જ છે, જેનાથી ભરમાઈને મનુષ્ય જળ માં સ્થળ અને સ્થળ માં જળ જોવાની જેમ નુકસાન ને લાભ અને લાભ ને નુકસાન સમજે છે અને પોતે જ પોતાના ૫ગ ૫ર કુહાડી મારે છે. -અખંડ જ્યોતિ, જાન્યુઆરી-૧૯૭૫, પૃ. ૧૪ -૧૯૧ |
|
ક્રાંતિકારી પુસ્તકાલય![]() |
||
આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો like કરવાનું ભૂલતા નહીં……. |
પ્રતિભાવો