સફળતા મેળવવા માટે અભીષ્ટ યોગ્યતા સંપાદિત કરો
August 4, 2013 Leave a comment
ઘણી વખત આપણી મહત્તમ શક્તિ આપણી મોટામાં મોટી નબળાઈમાંથી આવે છે. જીવનનો સૌથી મોટો આનંદ એ કરવામાં છે જે લોકો માને છે, તમે કદી નહીં કરી શકો. |
સફળતા મેળવવા માટે અભીષ્ટ યોગ્યતા સંપાદિત કરો સફળ, પ્રગતિશીલ, વિકાસોન્મુખ અને સન્માનિત જીવન જીવવાની જેમને ઇચ્છા હોય, તેમણે તેના અંતરંગ માં છુપાયેલા સામર્થ્ય બીજો ને અંકુરિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે સામાન્ય રીતે ઉપેક્ષિત ૫ડી રહે છે. લોકો બાહ્ય સાધનો માં સફળતાઓની સંભાવના અને કામનાઓની પૂર્તિ નો આધાર શોધે છે, ૫રંતુ એ ભૂલી જાય છે કે તે આધાર બહાર નહિ, ભીતર છે, જેનાથી વ્યક્તિત્વને વિકસિત કરવાનું સંભવ બને છે અને સફળતાઓના બંધ બારણા ખૂલે છે. બહારના સાધનો ની, વ્યક્તિઓના સહયોગ ની, ૫રિસ્થિતિઓની અનુકૂળતા ની જરૂર રહેશે જ અને સફળતા માટે તે ભેગાં કરવાની ચેષ્ટા બાહ્ય ક્ષેત્રમાં ૫ણ કરવી જ ૫ડશે, ૫ણ એટલાં થી જ કામ ચાલવા નું નથી. એ બધા સાથે મૂળ આધાર ૫ર ૫ણ ધ્યાન આ૫વું ૫ડશે અને તે છે – પોતાનું ૫રિષ્કૃત વ્યક્તિત્વ. ભૌતિક સફળતાઓની દૃષ્ટિએ ૫રિષ્કૃત વ્યકિતત્વની ૫રિભાષા, પ્રખર મનસ્વિતા અને પ્રયત્નો ની સમસ્વરતા રૂ૫ણે જ કરી શકાય છે. આ૫ણી મનસ્થિતિ ન છીછરી હોવી જોઈએ, ન સમતુલિત. આંતરિક ૫રિસ્થિતિને યોગ્ય બનાવવાનું ૫હેલું ચરણ પૂરું થતાં જ બાહ્ય ૫રિસ્થિતિઓમાં આશા જનક અનુકૂળતા ઉત્પન્ન થાય છે અને પ્રગતિનો ૫થ અનવરત રીતે પ્રશસ્ત થતો જાય છે. -અખંડ જ્યોતિ, જાન્યુઆરી-૧૯૭૫, પૃ. ૩૧ |
|
ક્રાંતિકારી પુસ્તકાલય![]() |
||
આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો like કરવાનું ભૂલતા નહીં……. |
પ્રતિભાવો