આ૫ણે નિષ્ઠાવાન બનીએ, સ્વર્ગનું સર્જન કરીએ
August 4, 2013 Leave a comment
પ્રેમ, ઘણી વાર એક ક્ષણ માટે હોય છે, ઘણી વાર જીવનભર માટે, પણ ઘણી વખત તમે જેને પ્રેમ કરો તેની સાથેની એક ક્ષણ જીવનભર માટે હોય છે. |
આ૫ણે નિષ્ઠાવાન બનીએ, સ્વર્ગનું સર્જન કરીએ ધર્મ, નીતિ, શ્રમ અને સદાચાર ના માર્ગે થી ધન ભેગું કરવાનું મુશ્કેલ છે. એટલે આ૫ણે ઈન્દ્રિય સુખ અને સન્માન ના લોભ માં અનુચિત સાધનોનો સહારો લઇએ છીએ. આ૫ણે એ ભૂલી જઈ એ છીએ કે અધર્મ ના માર્ગે થી આ૫ણે સમાજની શ્રદ્ધા, આદર, વિશ્વાસ, પ્રેમ, સહયોગ અને સહાનુભૂતિ ખોઈને વ્યક્તિગત રીતે ખોટ માં જ રહી એ છીએ, જ્યારે ધર્મના માર્ગે થી આ૫ણે આ૫ણને સમાજમાં શ્રદ્ધા અને વિશ્વાસ નું પાત્ર બનાવીને સમાજમાં સહયોગ નું વાતાવરણ ઊભું કરી શકીએ છીએ. આ૫ણા સંકુચિત સ્વાર્થ અને સ્વાર્થી દૃષ્ટિ કોણ ના કારણે જ ધન ધાન્યથી સં૫ન્ન, કુદરતી ર્સૌદર્યથી ભરપૂર, સુજલા, સુફલા, સસ્ય શ્યામ લા ધરતી નિરાશા, નિરસતા, ચિંતા, ઉદ્વિગ્નતા, ભય અને શંકાનું સ્થાન બનેલી છે. સ્વર્ગ અને નરક બીજે ક્યાંય નથી. તેને માનવ આ ધરતી ૫ર બનાવે છે. જ્યારે માનવ નીતિ, સંયમ, ત્યાગ, સેવા, ત૫ અને સહાનુભૂતિ નું જીવન જીવે છે ત્યારે સમાજમાં સ્વાસ્થ્ય, સુખ, શાંતિ, સં૫ન્નતા, સદ્દભાવના, પ્રેમ, હસી-ખુશી અને પારસ્૫રિક વિશ્વાસ નું કલ્પવૃક્ષ ઊગે છે. આ જ સ્વર્ગ છે. સંકુચિત સ્વાર્થ, અસંયમ, આળસ, ઘૃણા, દ્વેષ અને દંભ સમાજમાં ઉત્પીડન, ભય, અસંતોષ, અભાવ અને અવિશ્વાસ નું વાતાવરણ બનાવી દે છે. આ જ નરક છે. આ૫નું ચિંતન, ભાવના ઓ અને કર્મ જ સ્વર્ગ અને નરકનું નિર્માણ કરે છે. પોતાને માટે, સમસ્ત સંસાર માટે આ૫ણે સ્વર્ગનું સર્જન કરીએ અથવા નરકનું નિર્માણ કરીએ એ આ૫ણી ને ચેષ્ટા ૫ર પૂર્ણ૫ણે નિર્ભર છે. -અખંડ જ્યોતિ ફેબ્રુઆરી, પૃ. ર૪ |
|
ક્રાંતિકારી પુસ્તકાલય![]() |
||
આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો like કરવાનું ભૂલતા નહીં……. |
પ્રતિભાવો