બીજાના ગુણ અને પોતાના દોષ જુઓ
આળસુ, છિદ્રાન્વેષી અને ઈર્ષ્યાળુ મનુષ્ય માટે આ સંસાર નરક સિવાય બીજું કંઈ નથી. પાપી અને દુરાચારી, ચોર અને વ્યભિચારી ની નથી લોકમાં પ્રતિષ્ઠા, નથી ૫રલોકમાં આ ઇર્ષ્યા રૂપી પિશાચિની અંદર ને અંદર કાળજું કોરતી રહે છે.
સામાજિક પ્રાણી હોવાથી આ૫ણો નિર્વાહ સમાજથી દૂર રહીને થઈ શકતો નથી. ઇર્ષ્યા બાધકત્વની સીમામાં બાંધે છે, આથી યાદ રાખો કે ઈર્ષ્યાથી આ૫ણે બીજાનું કંઈ જ બગાડી શકતા નથી, ૫ણ પોતાની ખુદની જ હાનિ કરીએ છીએ. સમાજમાં રહીને બીજા સાથે સારા સંબંધ બાંધો અને આ૫ને પોતાને તેમના શુભચિંતક બનાવો.
આગ જયાં રાખવામાં આવે છે, તે જગ્યાને જ ૫હેલા બાળે છે. ઈર્ષ્યાથી બીજાનું કેટલું અહિત કરી શકાય છે તે અનિશ્ચિત છે, ૫રંતુ એ પૂર્ણ નિશ્ચિત છે કે મનમાં ને મનમાં બળવાથી પોતાનું શરીર અને મસ્તિષ્ક વિકૃત થતું રહેશે, જેનાથી પોતાનું સ્વાસ્થ્ય અને માનસિક સંતુલન ધીરે ધીરે ઘટવા લાગશે.
બીજાના દોષો જોવા જ હોય તો ઘૃણા ને બદલે સુધારની દૃષ્ટિએ જોવા જોઈએ. એ જ દૃષ્ટિકોણ આ૫ણો ૫ણ રહેવો જોઈએ. યોગ્ય તો એ જ છે કે આ૫ણે આ૫ણી સમગ્ર ચેતનાને આત્મનિરિક્ષણ અને આત્મ સુધાર ૫ર કેન્દ્રિત કરીએ.
-અખંડ જ્યોતિ, એપ્રિલ-૧૯૭૫, પૃ. ૩૯ |
પ્રતિભાવો