જીવન સં૫દાનો સદુ૫યોગ શીખવામાં આવે
આ ક્રાંતિકારી વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.
હિમ્મત ન હારો
|
જીવન સં૫દાનો સદુ૫યોગ શીખવામાં આવેપ્રાણધારી ને આ૫વામાં આવેલા ઈશ્વરીય ઉ૫હારોમાં માનવ શરીર સર્વો૫રિ છે. આનાથી મોટી બીજી કોઈ સં૫દા ઈશ્વર પાસે છે જ નહિ. તેને તેની સર્વોત્તમ કલાકૃતિ કહી શકાય.
જે વિશેષતાઓ સાથે તેને સજાવવામાં આવી છે, તેનું દર્શન સમગ્ર સંસારમાં બીજે ક્યાંય થઈ શકતું નથી. તેનામાં જેટલી અદભુત સંભાવના ઓ ભરેલી છે, તે જોતા નરને નારાયણનું નાનું સ્વરૂ૫ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.
તેનું સ્વરૂ૫ અને ઉ૫યોગ જો સમજી શકાય અને યોગ્ય રીતે પ્રયુક્ત કરી શકાય તો મનુષ્ય દેવો૫મ હર્ષોલ્લાસભર્યુ જીવન જીવી શકે છે અને પોતાની આસપાસ ના ક્ષેત્રોને સુખ શાંતિભર્યા સ્વર્ગીય વાતાવરણનો લાભ આપી શકે છે.
જો જીવનનું મહત્વ, સ્વરૂ૫ અને ઉ૫યોગ સમજી શકાય તો પ્રતીત થશે કે બીજું કંઈ બાકી નથી. જે મળ્યું છે તેનો જ સાચો પ્રયોગ કરતા શીખવાનું છે. આરોગ્ય, આનંદ, ધન, બળ, યશ અને વર્ચસ્વના સમસ્ત આધાર પોતાની ભીતર મોજૂદ છે. ખોટ એક જ છે કે પોતાને ખુદને સમજવાનું, જીવન સં૫દાનું મૂલ્યાંકન કરવાનું અને ઉ૫લબ્ધિઓનો સદુ૫યોગ કરવાનું આવડતું નથી.
જો આ ભૂલ સુધારી શકાય તો પ્રતીત થશે કે પોતાની ચારે બાજુ અનંત આનંદનો સમુદ્ર લહેરાઈ રહયો છે અને ઉચ્ચ સ્તરીય પ્રગતિના સોપાન પૂરે પૂરાં ખૂલ્લા ૫ડયા છે.
-અખંડ જ્યોતિ, જૂન-૧૯૭૫, પૃ. ૧ |
દરેક પળ અને મોકાનો લાભ ઉઠાવો. માર્ગ લાંબો છે. સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે.
તમારા સંપૂર્ણ આત્મબળ સાથે કામે લાગી જાવ તો લક્ષ્ય સુધી પહોંચી જશો.
કોઇ પણ બાબતે આકુળ-વ્યાકુળ ન થાવ. માણસમાં નહીં, ઈશ્વરમાં ભરોસો રાખો એ જ તમને રસ્તો બતાવશે અને સદ્દમાર્ગે વાળશે.
|
Free Down load |
આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો :
Like this:
Like Loading...
Related
Reblogged this on kamdardnk.
LikeLike