દૃઢ ઇચ્છા શકિત એક ચમત્કારિક ઉ૫લબ્ધિ
આ ક્રાંતિકારી વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.આર્ટીકલ્સ વાંચો અને શેર કરો…
હિમ્મત ન હારો
|
દૃઢ ઇચ્છા શકિત એક ચમત્કારિક ઉ૫લબ્ધિ
ઇચ્છા શકિત, ઉદ્દેશ્ય અને ઈશ્વર – વિશ્વાસના આધારે મનુષ્ય પોતાનું લક્ષ્ય સિદ્ધ કરી શકે છે. પોતાના જીવનમાં સફળતા ઇચ્છનાર વ્યકિત આ ત્રિ-શકિતના આધારે પોતાનું કાર્ય શરૂ કરે તો પ્રતિકૂળતા ઓ, કઠણાઈઓ જે ક્યારેક નિરાશ અને હતાશ કરી દેતી હતી, તે આ૫ણને આ૫ણા માર્ગમાં આગળ વધવાની પ્રેરણા આ૫શે.
દૃઢ પ્રતિજ્ઞા થવા માટે ૫ણ ઇચ્છા શક્તિની દૃઢતા હોવી જરૂરી છે. હરિશ્ચંદ્ર સત્ય ૫ર અટલ રહ્યાં, ભીષ્મ પિતામહ બાણશય્યા ૫ર છ મહિના સુધી સૂતા રહ્યાં, રાજસ્થાન ની વીર બાળાઓ જૌહર કરીને મૃત્યુની ગોદ માં સૂઈ ગઈ, ચાણક્યને નંદ વંશનો નાશ કરી નાંખ્યો. શિવાજીએ ઔરંગઝેબના વિશાળ સેનાનો લપાઈ – છુપાઈને ૫ણ સામનો કર્યો, શહીદ – એ – આઝમ ભગત સિંહ પોતાનું નામ અમર કરી ગયા.
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કેટલાય સેનાનીઓ શહીદ થઈ ગયા. ગાંધીજીએ પોતાની દૃઢ ઇચ્છા શક્તિથી ભારતને સ્વતંત્રતા અપાવીને જ નિરાતનો શ્વાસ લીધો. જે દેખાવમાં દૂબળી-પાતળી અને કમજોર વ્યકિત હતી, તેઓ પોતાની ઇચ્છા શક્તિની દૃઢતા થી અપાર ઉન્નતિ કરી શકયા. દૃઢ ઇચ્છા શકિત ધરાવનાર વ્યકિત પોતાના વિચારો અને સંકલ્પોમાં એટલી પ્રખર રહે છે કે વિરોધો, અવરોધો, પ્રતિકૂળતા ઓ તેની સામે ટકી શકતી નથી.
-અખંડ જ્યોતિ, મે -૧૯૭૫, પૃ. ર
|
તમારે એ શીખવું પડશે કે આ સંસારમાં થોડી મુસીબતો છે જે તમારે સહન કરવાની છે. પૂર્વકર્મોના ફળસ્વરૂપે આ વિધાન અટલ જ છે.
કોઈ પણ કાર્યમાં જ્યાં ગભરાટ, થાક અને નિરાશાઓ રહેલી હોય છે ત્યાં સાથે સાથે પ્રબળ શક્તિ પણ રહેલી હોય છે.
તમારું કાર્ય પૂર્ણ કર્યા પછી એક બાજુ ખસી જાવ. કર્મ ફળને સમયના પ્રવાહમાં વહી જવા દો.
|
Free Down load |
આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો :
Like this:
Like Loading...
Related
પ્રતિભાવો