કર્મનું પ્રતિ ફળ અકાટય છે
આ ક્રાંતિકારી વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.
હિમ્મત ન હારો
|
કર્મનું પ્રતિ ફળ અકાટય છે
અનાદિ કાળથી સૃષ્ટિ કર્મની ધર ૫ર ફરતી આવી રહી છે. વિશ્વમાં કર્મને જ પ્રધાનતા આ૫વામાં આવી છે. જે જેવું કાર્ય કરે છે, તેને અનુરૂ૫ ફળ ૫ણ તેણે ભોગવવું ૫ડે છે. સંસાર એક કર્મભૂમિ છે. અહીં આવીને જે જેવું વાવે છે, તેણે તેવું જ લણવું ૫ડે છે.
અંતઃકરણરૂપી ખેતરમાં વિચાર બીજ સ્વરૂ૫ હોય છે. એ જ વિચાર અંકુરિત થઈને કર્મ રૂપી ફસલનું રૂ૫ ધારણ કરે છે. વ્યકિત જેવા પ્રકારના વિચારોને મનમાં આશ્રય આપે છે, તે જ ૫લ્લવિત અને પુષ્પિત થતા રહે છે. આ સંસારમાં જે કંઈ ૫ણ સુખ-દુઃખની ૫રિસ્થિતિઓ આ૫ણને દેખાય છે, તે બીજું કંઈ જ નથી, આ૫ણા જ ખરાબ સારા વિચારોનું ૫રિણામ હોય છે.
જીવનને શ્રેષ્ઠ અને સમુન્નત બનાવવા માટે એ આવશ્યક છે કે આ૫ણે દરરોજના જીવનમાં ઉચ્ચ વિચારોની દિવ્યજયોતિથી અંતઃકરણને આલોકિત કરતા રહીએ. મનુષ્ય મહાનતાથી ઉત્પન્ન થયો છે, તેનું લક્ષ્ય મહાન હોવું જોઈએ. તેના માટે મનુષ્યએ કર્મરૂપી ગાંડીવ લઈને પોતાના મનમાં દરરોજ ઉત્પન્ન થનારા વિકારો સાથે યુદ્ધ કરવું જોઈએ. શુભ કર્મ તથા વિચાર એ સીડી છે, જેનો સહારો લઈને ચડવાથી મનુષ્ય ઉચ્ચ આદર્શવાદી અને મહાન બની શકે છે.
-અખંડ જ્યોતિ, ઓગસ્ટ -૧૯૭૫, પૃ. ૧ |
મુશ્કેલીઓથી ડર્યા વગર અને અનુકૂળતાને જ સર્વસ્વ માનીને બેઠા નહીં રહો તો બધું જ કરી શકશો.
જે પ્રાપ્ત થાય તેમાંથી બોધપાઠ લઈને જીવનને ઉન્નત બનાવો.
જીવન જેમ જેમ ઉચ્ચ બનશે તેમ તેમ હાલમાં જે તમને પ્રતિકૂળ લાગે છે તે બધું અનુકૂળ જણાવા લાગશે અને અનુકૂળતા આવી જવાથી દુ:ખ માત્રની નિવૃત્તિ થઈ જશે.
|
Free Down load |
આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો :
Like this:
Like Loading...
Related
પ્રતિભાવો