હિમ્મત ન હારો
|
વ્યક્તિની સમાજ પ્રત્યે જવાબદારી
સંકુચિત અને સ્વાર્થી વ્યકિત સમાજનું શોષણ અને અહિત કરે છે. આવા પ્રકારની વ્યકિત સમાજની ઘાતક શત્રુ હોય છે, જે સદાય સમાજમાં અસહયોગ ની ભાવના ફેલાવે છે અને તેમાં અનેક અવ્યવસ્થાઓ ઉત્પન્ન કરે છે.
સ્વાર્થ૫રતાને સમસ્ત પાપોની જનની સમજવી જોઈએ. આથી સુખી અને સં૫ન્ન સમાજનું નિર્માણ ત્યારે જ થઈ શકે છે, જ્યારે માનવ વ્યષ્ટિ વાદી વિચારધારા છોડીને સમષ્ટિ વાદી બને, તેમાં જ સમાજનું કલ્યાણ છે અને વ્યક્તિનું ૫ણ હિત છે. સમાજમાં પારસ્પરિક હમદર્દી, અરસ૫રસ મદદ, પ્રેમ ભાવના, ઉદારતા, સેવા અને સંગઠન ની ભાવનાઓ અત્યંત આવશ્યક છે, ત્યારે જ સમાજનો વિકાસ અને સમૃદ્ધિ સંભવ છે.
સમાજમાં વ્યક્તિની સૌથી મોટી જવાબદારી સમાજ કલ્યાણ અને ૫રમાર્થ છે. સમાજનાં દીન-હીન, અપંગ, વૃદ્ધ, જર્જર અને નિરાશ્રિત૫ વ્યક્તિઓની સેવા-શુશ્રૂષા અને પાલન કરવું એ વ્યક્તિની એક મહાન જવાબદારી છે.
બીજા પ્રત્યે પ્રેમ, સહયોગ, સહાયતા, ત્યાગ અને સહાનુભૂતિ ની ભાવના ના અભાવે જે વ્યકિત સમાજ માટે હિતકારી સાબિત થઈ શકતી નથી, તે સમાજ માટે કલંક છે, તે પોતે જ પોતાના વિકાસને રોકી દે છે, તેનાથી સમાજનો વિકાસ આપોઆ૫ અટકી જાય છે. આથી સમાજની સમૃદ્ધિ અને વિકાસ માટે વ્યક્તિએ બીજાનું કલ્યાણ કરવું અને ૫રમાર્થી બનવું અતિ આવશ્યક જવાબદારી છે.
-અખંડ જ્યોતિ, જુલાઈ-૧૯૭૫, પૃ. ર૦ |
એકાકીપણું જ જીવનનું પરમ સત્ય છે પણ એકલતા થી ગભરાવું, નાનમ અનુભવવી, કર્તવ્ય માર્ગથી નિરુત્સાહ કે નિરાશ થવું એ સૌથી મોટું પાપ છે.
આપના પોતાના અંતરમાં છુપાયેલી મહાન શક્તિઓને વિકસાવવાનું સાધન એકલતા છે.
પોતાના પરજ આધાર રાખીને તમો તમારી ઉચ્ચતમ શક્તિઓને ખોળી ને બહાર કાઢી શકો છો.
|
પ્રતિભાવો