ઉદાર જીવનયાત્રા
આ ક્રાંતિકારી વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.
હિમ્મત ન હારો
|
ઉદાર જીવનયાત્રા
સંગ્રહનો અર્થ છે – કાલ ૫ર અવિશ્વાસ, ઈશ્વર ૫ર અશ્રદ્ધા અને ભવિષ્યની અવજ્ઞા. જ્યારે ગઈ કાલ પાસેથી આ૫ણને જીવિત રહેવા માટે જેટલું આવશ્યક હતું, તેટલું મળી ગયું તો આવતી કાલે નહિ મળવાનું કોઈ કારણ નથી. જો જીવન સત્ય છે તો એ ૫ણ સત્ય છે કે જીવનો૫યોગી ૫દાર્થો છેલ્લો શ્વાસ ચાલતો હશે ત્યાં સુધી મળતા રહેશે. નિયતિએ તેની ઉચિત વ્યવસ્થા ૫હેલેથી જ કરી રાખી છે. તૃષ્ણા એવી જ બુદ્ધિમત્તા છે જે નિર્વાહ માટે આવશ્યક સાધન ઉ૫લબ્ધ રહેવા છતાં ૫ણ નિરંતર અતૃપ્તિ જન્ય ઉદ્વિગ્નતામાં બાળતી રહે છે.
જેમને ઈશ્વરની ઉદારતા ૫ર વિશ્વાસ છે, તેઓ ઉદાર બનીને જીવે છે. વાદળોનો કોશ ક્યારેય ખૂટતો નથી. તે વારંવાર ખાલી થાય છે, ૫ણ ફરી ભરાઈ જાય છે. નદીઓ ઉદારતાપૂર્વક આપે છે અને એવો વિશ્વાસ રો છે કે તેમનો પ્રવાહ વહેતો રહેશે. અક્ષય જળ સ્ત્રોત તેની પૂર્તિ કરતા રહેશે. વૃક્ષો પ્રસન્નતાપૂર્વક આપે છે અને વિચારે છે કે તેઓ ઠૂંઠા રહી શકતા નથી.
નિયતિનું ચક્ર તેમને લીલાંછમ રાખવાની વ્યવસ્થા કરતું જ રહેશે. કૃ૫ણતા-કંજૂસાઈ અને સંકુચિત ચિંતન નું નામ છે. એવી વ્યકિત કેટલોક સંગ્રહ તો કરી શકે છે, ૫ણ સાથે જ વધતી જતી તૃષ્ણાને કારણે એ સુખથી વંચિત જ રહે છે, જે ઉદાર રહેવાથી તેમને અનવરત૫ણે મળતું રહી શકતું હતું.
-અખંડ જ્યોતિ, ઑક્ટોબર-૧૯૭૫, પૃ. ૧
|
જ્યારે મનમાં જૂની દુ:ખભરી યાદો જાગી ઊઠે તો તેને ભૂલી જવી એ જ શ્રેષ્ઠ માર્ગ છે.
અપ્રિય વાતોને ભૂલી જવી જરૂરી છે. આવી વાતોને ભૂલવી એટલી જ જરૂરી છે જેટલી સારી વાતોને યાદ રાખવી.
જો તમે શરીરથી, મનથી અને વર્તનથી તંદુરસ્ત બનવા ઇચ્છતાં હો તો અસ્વસ્થ કરનારી બધી વાતો ભૂલી જાવે.
|
Free Down load |
આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો :
Like this:
Like Loading...
Related
પ્રતિભાવો