વિચારોની પ્રચંડ શકિત અને પ્રતિક્રિયા
આ ક્રાંતિકારી વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.
હિમ્મત ન હારો
|
વિચારોની પ્રચંડ શકિત અને પ્રતિક્રિયા
પોતાના આદર્શ સુધી ૫હોંચવા માટે વ્યક્તિએ પોતાના બધા જ વિચારો એ ઉદ્દેશ્યની પૂર્તિ માં લગાવી દેવા જોઈએ, કારણ કે વિખરાયેલા રહીને ૫ણ એ વિચારોનું મહત્વ સમાપ્ત થઈ જાય છે. જેવી રીતે સાવરણાની અલગ અલગ સળીઓ નકામી છે, તેનો કોઈ ઉ૫યોગ નથી, તેવી રીતે વિચારોનો વિખરાવ ૫ણ પોતાનું કોઈ સ્થાન ધરાવતો નથી. લક્ષ્ય તરફ મન, વાણી અને કર્મનો સમન્વય કરીને આગળ વધવું જોઈએ, ત્યારે સફળતા હાથમાં આવે છે.
મનુષ્ય પ્રત્યેક કાર્ય વિચારોથી પ્રેરાઈને કરે છે. વિમાન હવામાં ઊડે છે અને હોકાયંત્રની સોયથી તેને એ ખબર ૫ડે છે કે તેણે કઈ દિશામાં જવાનું છે અને તે તે સેંકડો માઈલ લાંબો રસ્તો પાર કરી જાય છે. વિચાર હોકાયંત્રની સોય જેવા છે. તે મનુષ્યને ઇશારો કરે છે કે તારે કઈ દિશામાં ચાલવું જોઈએ. મનુષ્યને જ્ઞાન અને વિચારતી સં૫દા આપીને ભગવાને મોકલ્યો છે. વિચાર ન હોત તો મનુષ્ય રીંછ, વાનરોની જેમ ફરી રહ્યો હોત. સંસારમાં જે સુંદરતા દેખાય છે, તે મનુષ્યના વિચારોનું ૫રિણામ છે. વિચારોના ઉ૫યોગ નિઃસંદેહ અજોડ છે.
વિચારોને જે દિશામાં લગાવી દેવામાં આવે છે, તે તરફ પ્રગતિ થવા લાગે છે અને સફળતાનો માર્ગ પ્રશસ્ત થઈ જાય છે.
-અખંડ જ્યોતિ, ઑક્ટોબર-૧૯૭૫, પૃ. ૩ |
શું કરીએ, પરિસ્થિતિ અમને અનુકૂળ નથી, કોઈ અમને સહાય કરતું નથી, કોઈ મોકો મળતો નથી વગેરે ફરિયાદો નિરર્થક છે. પોતાના દોષને બીજા ઉપર ઢોળી દેવા માટે આવી રીતની વાતો પોતાનું દિલ બહેલાવવા ખાતર કહેવામાં આવે છે.
લોકો કોઈ વાર પ્રારબ્ધમાં માને છે તો કોઈ વાર દેવી- દેવતાઓની સામે નાક ઘસતા રહે છે. આ બધાનું કારણ પોતાની જાત પર વિશ્વાસ ન હોવાનું છે.
|
Free Down load |
આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો :
Like this:
Like Loading...
Related
પ્રતિભાવો