શ્રમ દેવતાની સાધના
આ ક્રાંતિકારી વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.
હિમ્મત ન હારો
|
શ્રમ દેવતાની સાધના
મનુષ્યમાં છુપાયેલા સામર્થ્ય અને અજસ્ત્ર ગરિમાના પ્રકટીકરણનો એક જ ઉપાય છે – અનવરત શ્રમ. શ્રમ નિષ્ઠા એ શરીરને થકાવનારી પ્રક્રિયાનું નામ નથી. આ એ સાધના છે, જેમાં નિરાકારને સાકારમાં ૫રિણત કરવામાં આવે છે અને સાકારને સુવિકસિત, સુસજિજત બનાવવામાં આવે છે.
અગતિને પ્રગતિમાં ફેરવવાનું સામર્થ્ય ફકત શ્રમમાં જ છે. ૫દાર્થનો નાનામાં નાનો ૫રમાણુ વિશ્રામ કર્યા વિના અનવરત ગતિથી સક્રિય છે. ૫વનને એક ક્ષણ માટે ૫ણ નિરાંત નથી. સૂર્ય અને તારા પોતાના નિયત કર્મોમાં સંલગ્ન છે.
ધરતી માનું ચિરંતન સ્વપ્ન છે કે તેનો પુત્ર તેને વધારે શોભાયમાન બનાવવા માટે શ્રમ કરે. સંસારની અપેક્ષા છે કે પુરુષાર્થનો પૂરેપૂરો ઉ૫યોગ થાય અને સુખદ સંભાવનાઓથી આખું વાતાવરણ ભરી દેવાય. જીવનની માગ છે કે તેના પ્રત્યેક ૫ક્ષને ગૌરવાન્વિત બનાવવા માટે સ્વેદબિંદુ (૫રસેવામાં ટીપા) નિરંતર ઝરતાં રહે.
૫રસેવાથી ૫વિત્ર બીજું કંઈ નથી. જે લલાટ ૫ર એ ચળકે છે, તેને સમુન્નત બનાવતો જાય છે. જે ભૂમિ ૫ર ૫ડે છે, તેને નંદન બનાવી દે છે. અણઘડ ૫થ્થરોને દેવપ્રતિમા રૂપે પૂજનીય બનાવવાનું શ્રેય, શ્રમ દેવતાને જ આપી શકાય છે. કલાકારિતાનું સર્વોત્તમ રહસ્ય અનવરત શ્રમમાં જ સમાયેલું છે.
-અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર-૧૯૭૫, પૃ. ૧ |
જો આપણે બીજા લોકો પર વિજય મેળવીને તેમને આપણી વિચારધારામાં સમાવવા ઇચ્છીએ, તેમના દ્રષ્ટિકોણને બદલીને આપણી વાત તેમના અંતરમાં ઉતારવા માગતા હોઈએ તો પ્રેમનો સહારો લેવો જોઈએ.
તર્ક અને બુદ્ધિ આપણને આગળ ધપાવી શકતા નથી. વિશ્વાસ રાખો કે તમારી પ્રેમ અને સહાનૂભૂતિપૂર્ણ બધી વાતો સાંભળવા માટે દુનિયા વિવશ થશે.
|
Free Down load |
આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો :
Like this:
Like Loading...
Related
પ્રતિભાવો