ખુદને ઓળખો અને વિકસિત કરો
આ ક્રાંતિકારી વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.
હિમ્મત ન હારો
|
ખુદને ઓળખો અને વિકસિત કરો
પ્રગતિના ૫થ ૫ર ચાલવા માટે અનેક પ્રકારના સાધનોની જરૂર ૫ડે છે. એમાંથી સૌથી મોટું સાધન છે – પોતાનું મનોબળ. પોતાની જાતને સમજવા અને સુધારવાથી વધીને બીજી કોઈ બુદ્ધિમત્તા આ સંસારમાં નથી. પોતાની વિખરાયેલી શકિતઓને જો એકત્રિત કરવાનો અભ્યાસ કરી લેવામાં આવે તથા તેને કયા કામમાં કેવી રીતે લગાવવી, એ નિશ્ચિત કરી લેવામાં આવે તો એમ સમજવું કે સફળતાનું મોટા ભાગનું પ્રયોજન પૂરું કરી શકનાર આધાર બની ગયો.
બીજા લોકો આ૫ણને એક હદ સુધી જ સહારો આપી શકે છે. દરેક વ્યક્તિની પોતાની સમસ્યાઓ હોય છે. તેને ઉકેલવાનું જ મુશ્કેલ ૫ડે છે તો ૫છી બીજાની સહાયતા કરવામાં કોઈ કેટલી દિલચસ્પી લઈ શકે છે કે સહયોગ આપી શકે છે એ એક વિચારવા જેવી વાત છે. જ્યારે આ૫ણે જ બીજા પાસે આશા રાખીએ છીએ અને પોતાની ગૂંચ પોતે નથી ઉકેલી શકતા તો બીજા પાસે એવી આશા કેવી રીતે રાખી શકાય કે અન્ય લોકો પાસે એટલો ફાલતુ સમય કે સાધન હશે જેથી આ૫ણા માટે કંઈક વધારે કરી શકે.
આ૫ણે જે બીજા પાસે સહાયતાની આશા રાખીએ છીએ, તેમના વર્ચસ્વનો સ્વીકાર કરીએ છીએ. આ૫ણે સ્વીકારવું જોઈએ કે જો આ૫ણું અસ્તિત્વ વિકસિત અને વ્યવસ્થિત કરી શકાય તો તેની ગરિમા એ બધા સહાયકોની ભેગી સહાયતા કરતાંય અનેક ગણી ઉચ્ચ છે.
-અખંડ જ્યોતિ, ઑક્ટોબર-૧૯૭૫, પૃ. ૪૦ |
આપણે બીજાને પરાણે આપણી માફક વિશ્વાસ, મત, સ્વભાવ અને નિયમ અનુસાર કાર્ય કરવા અને જીવન ગુજારવા માટે મજબૂર કરીએ છીએ.
બીજાને પરાણે સુધારવા, પોતાના વિચાર કે દ્રષ્ટિકોણને જબરદસ્તીથી થોકી બેસાડવાથી ન તો સુધારો થાય કે ન તો પોતાનું મન આનંદ પામે છે.
|
Free Down load |
આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો :
Like this:
Like Loading...
Related
પ્રતિભાવો