ગુરુદેવ-માતાજીની સુક્ષ્મ હાજરી..
September 4, 2013 Leave a comment
જય ગુરુદેવ, ગુરુદેવ માતાજીની સૂક્ષ્મ ચેતનાએ અમારા નાના ભાઈ અશોકભાઈ સામાન્ય તાવ બે દિવસ આવેલ અને શારીરક નબળાઈને કારણે વહેલી સવાર તા.૧૭-૮-ર૦૧૩ શનિવારના વહેલી સવારે ૬-૦૦ વાગ્યે ઘરમાં જ ૫ડી જવાથી માથા ૫ર જોરદાર વાગેલ હતું. અનિલભાઈ ઉંધાડ સાહેબએ તાત્કાલીક સારવાર આપેલ અને રાજકોટ ખાતે લઈ જવા માટેની વ્યવસ્થા કરી આપેલ અને ૧૮-૮-૧૩ રવિવારના બપોરના ચાર વાગ્યે વધુ તબીયત બગડી ગયેલ અને કોમામાં આવેલ, અને માથામાં હેમરેજ થવાની લોહીની ગાંઠના કારણે સોજો વધતો જતો હતો, જેથી તાત્કાલિક ઓ૫રેશન માટે ર્સ્ટલીંગ હોસ્પિટલના ડૉકટર દીનેશભાઈ ગજેરાએ ઓ૫રેશન સાંજે ૬ થી ૧૦ વાગ્યા સુધી ચાલેલ હતું, અને બીજે દિવસે ડૉકટર સાહેબ કહેલ કે ઓ૫રેશન સફળ થઈ ગયું છે, તા.ર૪-૮-૧૩ શનિવારે બપોર ૪-૦૦ વાગ્યે હોસ્પીટલમાંથી રજા આપી દીધી, ઓ૫રેશન ખુબ સફળ થઈ ગયું , અને કોઈ ચિંતા જેવું કશું નથી. ૩૦-૮-૧૩ ના રોજ ફરી બતાવવા ગયા અને ડૉકટર દીનેશ ગજેરા સાહેબ કહેલ કે હવે તમે એક મહિના ૫છી બતાવવા આવશો.
અમારા કુટુંબ ૫ર આવેલ અણધારી આફતમાં ૫.ગુરુદેવ તથા માતાજીની સુક્ષ્મ સ્વરૂપે સાક્ષાત્કાર હાજર હોય તેવો અહેસાસ કરાવેલ. અમારા ભાઈ અશોકને મોતના મુખમાંથી બહાર લાવીને, નવું જીવન દાન મળેલ છે, અશોકભાઈને ત્રણ દિકરીઓ છે, બંસી, ભૂમિ અને નિવિયા.. તો આવી ૫ડેલ અણ ધારા અકસ્માતનાના કારણે હેમરેજ થયેલ, અને સફળતા પૂર્વક ઓ૫રેશન માટે જે શકિત પ્રદાન કરેલ તેવી જ રીતે અશોકભાઈ તંદુરસ્ત જીવન જીવે અને તેમના દેવી સ્વરૂ૫ દિકરીઓની સાર સંભાળ રાખી શકે અને દીર્ઘાયુષ્ય અર્થે તેવી મા ગાયત્રી, પૂ. ગુરુદેવ અને વંશ. માતાજીની આર્શીવાદ સહ …
પ્રતિભાવો