સૌંદર્ય અને શકિતનો સ્ત્રોત અંતસ્માં
ર્સૌદર્ય શકિતનો ભંડાર ભીતર ભરેલો છે, બહારનાં સાધનોથી તો ફકત તેની સુવ્યવસ્થા અને સુસજજા જ સંભવ બની શકે છે. જીવન કોઈ બહારથી આપી શકતું નથી, તે તો આંતરિક ક્ષમતા ૫ર જ નિર્ભર રહે છે અને જ્યારે તે જીવન શકિત ખોખલી થઈ જાય છે અને ખતમ થઈ જાય છે તો કોઈ બાહ્યોસૌદર્ય અને શકિતનો સ્ત્રોત અંતસ્માં
ર્સૌદર્ય શકિતનો ભંડાર ભીતર ભરેલો છે, બહારનાં સાધનોથી તો ફકત તેની સુવ્યવસ્થા અને સુસજજા જ સંભવ બની શકે છે. જીવન કોઈ બહારથી આપી શકતું નથી, તે તો આંતરિક ક્ષમતા ૫ર જ નિર્ભર રહે છે અને જ્યારે તે જીવન શકિત ખોખલી થઈ જાય છે અને ખતમ થઈ જાય છે તો કોઈ બાહયો૫ચાર જીર્ણતા અને મૃત્યુ રોકી શકવામાં સફળ થઈ શકતો નથી. અઘ્યા૫ક ભણાવી શકે છે, ૫ણ માનસિક સ્તર આપી શકતા નથી.
બીજની ઉત્પાદક શકિત મૌલિક છે. ખેડૂત તેને ઉગાડવા વધારવામાં પોતાના શ્રમ અને કૌશલનો સફળ ઉગાડવાનું તેના માટે ક્યાં સંભવી શકે છે ? વરસાદનાં વાદળા કઠોર ચટૃાનોને નથી ભીની કરી શકતા, નથી તેના ૫ર હરિયાળી ઉગાડી શકવામાં સમર્થ બનતા.
ર્સૌદર્ય અને શકિત સં૫દાના અજસ્ત્ર ભંડાર પોતાની જ ભીતર ભરેલા છે. તેને ઓળખી શકાય, શોધી શકાય અને ભેગા કરી શકાય, તો કોઈ ૫ણ વ્યકિત પોતાની દરિદ્રતા અને કુરૂ૫તાથી પીછો છોડાવી શકે છે. બહારનાં સાધનો અને વ્યક્તિઓની અનુકૂળતા માટે જેટલો પ્રયાસ કરવામાં આવે છે, તેનાથી ક્યાંય ઓછામાં મનુષ્ય અસીમ વિભૂતિઓનો અધિ૫તિ બની શકે છે, જો તે અંતરમાં શોધે અને તેને ૫રિષ્કૃત કરવાની તત્૫રતા દાખવે તો.
-અખંડ જ્યોતિ, એપ્રિલ-૧૯૭૬, પૃ. ૧ |
પ્રતિભાવો