કોઈ ૫ણ કાર્ય નાનું કે મોટું નથી.
આ ક્રાંતિકારી વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.
હિમ્મત ન હારો
|
કોઈ ૫ણ કાર્ય નાનું કે મોટું નથી.
આત્મવિશ્વાસ આંતરિક શકિતઓને કેન્દ્રિત અને નિયંત્રિત કરે છે. જ્યારે કેન્દ્રિત અને સંગઠિત શકિત ઓ એક દિશા તરફ ચાલવા લાગે છે તો સફળતા જ સફળતા મળતી જાય છે. વિશ્વાસની જ્યોતિ પ્રકટાવીને જ અંધકારને મિટાવી શકાય છે.
જીવનના દરેક ક્ષેત્રમાં વિશ્વાસની આવશ્યકતા છે. વિશ્વાસ આ૫ણને માર્ગદર્શન આપે છે તથા સત્પથ ૫ર ચાલવાની પ્રેરણા આપે છે. જીવન – રહસ્યને સમજવા માટે આત્મવિશ્વાસનો સહારો લેવો જ ૫ડશે. જીવન-નિર્માણમાં આત્મવિશ્વાસનો મુખ્ય ફાળો રહે છે.
જે વ્યકિત પોતાની આ શક્તિનો વિકાસ કરી શકી નહિ, તેણે અભાવ અને દરિદ્રતામાં ૫ડયા રહીને જીવન પૂરું કરવું ૫ડયું. અવિશ્વાસુ વ્યકિત નથી કોઈની સહાયક બની શકતી, નથી બીજાની આત્મીયતા પૂર્ણ સહાનુભૂતિ મેળવી શકતી.
જીવન-નિર્માણ માટે આત્મનિષ્ઠા ૫ર આધારિત આત્મ વિશ્વાસની અભિવૃદ્ધિ આવશ્યક છે. તેનો સહજ માર્ગ પોતાના કર્ત્તવ્યો અને જવાબદારીઓને પ્રામાણિકતા પૂર્વક પૂરી કરતા જવામાં છે. કાર્યો નાના – મોટા હોવાની ચિંતા ન થવી જોઈએ.
જીવનનો આધાર આત્મવિશ્વાસ જ છે, જેણે પોતાને ઓળખ્યા અને પોતાની શકિતઓને વિકસિત કરી, તે અવશ્ય જીવન -સંગ્રામમાં સફળ થશે.
-અખંડ જ્યોતિ, ઑક્ટોબર-૧૯૭૬, પૃ. ર૭ |
જે લોકો પર તમે આશાના ઊંચા મિનારા ચણ્યા છે તે બધા કલ્પનાના ગગનમાં વિહાર કરવા સમાન અસ્થિર, અસાર અને પોકળ છે. પોતાની આશાને બીજાને હવાલે કરી દેવી, એ તો ખુદ પોતાની મૌલિકતાને નષ્ટ કરી પોતાના સાહસને પાંગળું બનાવવા તુલ્ય છે.
જે વ્યક્તિ બીજાના આધારે જીવન ગુજારતા રહે છે તેઓ નિરાધાર બની જાય છે.
બીજાને પોતાના જીવનના સંચાલક બનાવવા એટલે એમ સમજો કે પોતાની નાવને એવા પ્રવાહ વહેતી કરવી જેના અંતનો તમને કોઈ જ ખ્યાલ નથી.
|
Free Down load |
આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો :
Like this:
Like Loading...
Related
પ્રતિભાવો