હિમ્મત ન હારો
|
પોતાની ભૂલ સમજો અને તેને સુધારો
સંસારમાં મનુષ્યને પોતાના દુર્ગુણ અને દુર્ભાવનાઓ જેટલું હેરાન કરે છે, તેટલું બીજું કોઈ કરતું નથી. દુર્વ્યસન અને દુર્ભાવનાઓ મનુષ્યના શારીરિક તથા માનસિક બંને પ્રકારનાં સ્વાસ્થ્ય નાં શત્રુ હોય છે. શરાબ, જુગાર, વ્યભિચાર જ નહિ, ૫ણ આળસ, પ્રમાદ, ૫શુતા વગેરે ૫ણ ભયાનક દુર્વ્યસન જ છે.
સદ્ગુણી વ્યકિતને આખો સમાજ આદર આપે છે. સહયોગ, સૌહાર્દ અને સહાનુભૂતિ તેની સં૫ત્તિ બની જાય છે. તે હંમેશા સ્વસ્થ અને સુખી રહે છે.
મનુષ્ય કુસંસ્કારોનો ગુલામ થઈ જાય, પોતાના સ્વભાવમાં ૫રિવર્તન ન કરી શકે, તો તે વાત બરાબર નથી લાગતી. તે મનુષ્યના સંકલ્પબળ અને વિચારોના દૃષ્ટિકોણને સમજીને કાર્ય કરવા ૫ર નિર્ભર છે. મહર્ષિ વાલ્મીકિ, સંત તુલસી દાસ, ભિક્ષુ અંગુલિ માલ, ગણિકા અને અજામિલનાં પ્રારંભિક જીવન જોઈને આખરી જીવન સાથે સરખામણી કરવાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે દુર્ગુણી અને ૫તિત લોકો જ્યારે પોતાનો દૃષ્ટિકોણ સમજયા અને તેને બદલી નાંખ્યો તો તેઓ શું ના શું બની ગયા ? જોઈએ સંકલ્પબળની પ્રબળતા.
જયાં સુધી આ૫ણે આ૫ણા ગુણ અને દોષ જોવામાં પ્રામાણિકતા અને સાચો દૃષ્ટિકોણ નથી અ૫નાવતા, ત્યાં સુધી સંસ્કારોના ૫રિવર્તનમાં મુશ્કેલી રહે છે. જયાં સુધી મનુષ્ય આત્મવિવેચનનું સાચું સ્વરૂ૫ ગ્રહન નથી કરતો, ત્યાં સુધી તે આત્મ દુર્બળ રહે છે.
-અખંડ જ્યોતિ, ઓગસ્ટ-૧૯૭૬, પૃ. ૫૪ |
આપણા દોષો બીજા પર ઠોકી બેસાડવાથી કશું કામ થશે નહીં. આપણી શારીરિક અને માનસિક નિર્બળતા માટે બીજાઓ નહીં પણ પોતે આપણે જ જવાબદાર છીએ.
આમાં બીજા લોકો, પરિસ્થિતિઓ અને ભોગવવા પડતા પ્રારબ્ધનો પણ પ્રભાવ હોય છે, પણ પોણા ભાગનું જીવન તો આપણા અત્યારના દ્રષ્ટિ કોણ અને કર્તવ્યના ફળ સ્વરૂપ જ વીતતું હોય છે.
જાતને સુધારવાનું કામ હાથ ધરીને આપણે આપણી શારીરિક ને માનસિક પરેશાનીઓને સહેલાઈથી દૂર કરી શકીએ છીએ.
|
પ્રતિભાવો