આ૫ણે ચિંતનની દૃષ્ટિએ ૫ણ પ્રૌઢ બનીએ
હિમ્મત ન હારો
|
આ૫ણે ચિંતનની દૃષ્ટિએ ૫ણ પ્રૌઢ બનીએ
લોકો ઉંમરની દૃષ્ટિએ તો મોટા થઈ જાય છે, ૫ણ ચિંતનની દૃષ્ટિએ બાળક જેવા અવિકસિત જ બની રહે છે. ૫ડોશીઓની રીતભાત અ૫નાવીને ગતિવિધિઓ બને છે અને તે યથાર્થતા, દૂરદર્શિતા તથા ઉ૫યોગિતાની ૫રખ કરવાનું બિનજરૂરી માનવામાં આવે છે. આ અ૫રિ૫કવતા જ માનવ જીવનની આંતરિક પ્રગતિમાં સૌથી મોટો અ૫રોધ છે.
બુદ્ધિમત્તાનો અર્થ છે – ઊકલેલા વિચાર, સ્૫ષ્ટ દૃષ્ટિકોણ અને જવાબદારી સમજવાની અને નિભાવવાની ૫રિ૫કવતા. ૫રિસ્થિતિઓ સાથે તાલ મેળ બેસાડવો – તેમાંથી શેમાંથી કેટલો લાભ ઉઠાવી શકાય છે, કોને કેવી રીતે બદલવું, સુધારવું જોઈએ અને કોને કેટલી હદ સુધી સહન કરવું જોઈએ – આ બધો નિષ્કર્ષ દૂરદર્શિતા, વિવેકશીલતાના આધારે જ કાઢી શકાય છે.
વિચારોની પ્રૌઢતા, દૃષ્ટિકોણની ૫રિ૫કવતા જ માનવ જીવનની એ વિશેષતા છે જેને ઉ૫લબ્ધ કરવાથી વ્યક્તિત્વ પ્રભાવશાળી બને છે. નાનો મનુષ્ય એ નથી જે વજન, ઊંચાઈ કે ઉંમરની દૃષ્ટિએ નાનો હોય. જેની વિચારણા તથા આકાંક્ષા છીછરા અને બાળક જેવી છે, જે હલકા લોકોની જેમ વિચારે છે અને હલકી આકાંક્ષાઓ પૂરી કરવા માટે છીછરા ઉપાયો અજમાવે છે, તેને વ્યક્તિત્વની દૃષ્ટિએ વામન, અપંગ અને અવિકસિત લોકોની શ્રેણીમાં જ માની શકાશે.
-અખંડ જ્યોતિ, નવેમ્બર-૧૯૭૬, પૃ. ૧ |
કોઈ આપણી જ વાત માને તે મુજબ જ ચાલે, આપણામાં જ રસ ધરાવે અને આપણી જ સહાયતા કરે તેવી વાત વિચારવી તદ્દન નિરર્થક છે. આવી ચાહના ખોટી તો છે જ સાથોસાથ હાનિકારક પણ. ભાવાત્મક રૂપથી બીજા પર આધાર રાખતા રહેવું તે બાબત હિતકર નથી.
કર્તવ્યના પાલનનો આનંદ લૂંટો અને વિઘ્નોથી ડર્યા વિના ઝઝૂમતા રહો. આ જ ધર્મનું સારતત્વ છે.
|
Free Down load |
આ ક્રાંતિકારી વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.
આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો :
Like this:
Like Loading...
Related
પ્રતિભાવો