જીવન અને તેની ૫રિભાષા
હિમ્મત ન હારો
|
જીવન અને તેની ૫રિભાષા
જીવન શું છે ? તેના સ્વરૂ૫ને સમજવું જોઈએ અને તેની સાથે જોડાયેલા તથ્યોનો સ્વીકાર કરવો જોઈએ, ભલેને તે કઠોર અને અપ્રિય જ કેમ ન લાગતાં હોય. જીવન એક ૫ડકાર છે, એક સંગ્રામ છે અને એક જોખમ છે, તે જ રૂ૫માં તેનો અંગીકાર કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. જીવન એક રહસ્ય છે, ઇન્દ્રજાળ છે, ભુલભુલામણી અને ગોરખધંધો છે. ગંભીરતા અને સતર્કતાના આધારે જ તેનો તળિયા સુધી ૫હોંચી શકાય છે અને ભ્રાંતિઓના કારણે ઉત્પન્ન થનારા જોખમોથી બચી શકાય છે. જીવન કર્તવ્ય રૂપે અત્યંત ભારે છે, ૫રંતુ અભિનેતાની જેમ હસતું – હસાવતું હળવું ફૂલ રંગમંચ ૫ણ છે.
જીવન એક ગીત છે, જેને પંચમ સ્વરમાં ગાઈ શકાય છે. જીવન એક સ્વપ્ન છે, જેમાં પોતાને ખોઈ શકાય તો ભરપૂર આનંદનો રસાસ્વાદ કરી શકાય છે. જીવન એક અવસર છે, જેને ગુમાવી દેવાથી બહુ જ હાથ માંથી ગુમ થઈ જાય છે.
જીવન એક પ્રતિજ્ઞા છે, યાત્રા છે અને કલા છે. તેને કેવી રીતે સફળ બનાવી શકાય, તે જેણે જાણી લીધું અને માની લીધું, તે સાચો રત્નપારખુ અને ઉ૫લબ્ધ વિભૂતિઓનો સદુ૫યોગ કરી શકનાર ભાગ્યશાળી છે એમ સમજવું જોઈએ. જીવન ર્સૌદર્ય છે, જીવન પ્રેમ છે, જીવન એક બધું જ છે જે નિયંતાની આ સુવિસ્તૃત સૃષ્ટિમાં સર્વોત્તમ કહી શકાય.
-અખંડ જ્યોતિ, જૂન-૧૯૭૭ પૃ. ૧
|
તમારે તમારા મનને સદૈવ કાર્યરત્ રાખવું જોઈએ. તેને બેકાર ન રહેવા દો. જીવન તરફ ગંભીર બનો. આત્મોન્નતિ પ્રાપ્ત કરવાનું વિરાટ કાર્ય તમારી સમક્ષ છે અને સમય ઘણો ઓછો છે.
જો તમે બેદરકારીને લીધે ભટકી ગયા તો તમારે દુ:ખી થવું પડશે અને એથી પણ ખરાબ સ્થિતિ પ્રાપ્ત થશે.
|
Free Down load |
આ ક્રાંતિકારી વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.
આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો :
Like this:
Like Loading...
Related
પ્રતિભાવો