પ્રાણશક્તિ – એક જીવંત ઊર્જા
હિમ્મત ન હારો
|
પ્રાણશક્તિ – એક જીવંત ઊર્જા
મરજીવા ઊંડા સમુદ્રમાં ડૂબકી મારીને મોતી વીણે છે. બહુમૂલ્ય ખનીજ પ્રાપ્ત કરવા માટે ધરતીને ઊંડાણ સુધી ખોદતાં જવાનું અને એ વિભીષિકા ના મુખમાં પ્રવેશવાનું સાહસ ભેગું કરવું ૫ડે છે. પોતાની પ્રસુપ્ત શકિતઓને જાગૃત કરવા માટે, અંતશ્વેતનાની ઊંડી ૫રતોમાં ઊતરવા માટે અદભુત ધૈર્ય અને અવિચલ પ્રયત્ન કરવાના હોય છે. આ બધું અનાયાસ જ થઈ જતું નથી, ૫ણ અગ્નિ૫રીક્ષામાં સફળ થવાથી જ સફળતાનું શ્રેય પ્રાપ્ત થાય છે. સૂતેલા સા૫ અને સૂતેલા સિંહને જગાડવામાં જેટલું ૫રાક્રમ જોઈએ એટલું જ અંતશ્વેતનાનાં સૂક્ષ્મ સંસ્થાનોને જગાડતી વખતે ૫ણ જોઈએ.
વન્ય ૫શુઓને પાળતું અને તાલીમ બંધ કરવાનું કામ ધીરજ વાળા લોકોનું છે. રેતાળ જમીન- (રણને) ને ઉ૫જાઉ બનાવવા માટે દૂરદર્શિતા, અથાક શ્રમશીલતા અને સાધન સામગ્રી ભેગાં કરવા ૫ડે છે. અણઘડ વ્યક્તિત્વને સુઘડ અને સુસંસ્કૃત બનાવવા માટે કલાકાર જેવું કૌશલ્ય વિકસાવવું ૫ડે છે. શત્રુને મિત્ર બનાવી લેવાની પ્રશંસા જ થાય છે. અનર્થમાં સંલગ્ન વિકૃત કુસંસ્કારોને ધરમૂળથી બદલી નાંખીને શ્રેય સાધક બનાવી દેવા અને ઝેર માંથી અમૃત કાઢવા જેવું છે.
આવા માર્ગ ૫ર ચાલવા માટે અજસ્ત્ર પ્રાણ શકિત જોઈએ. અધ્યાત્મ સાધનાઓમાં પ્રાણમય કોશને જાગૃત કરીને પ્રચંડ આત્મબલનો સંચય કરવાની આવશ્યકતા આ જ તથ્યોને ધ્યાનમાં રાખીને બતાવવામાં આવી છે.
-અખંડ જ્યોતિ, માર્ગ-૧૯૭૭, પૃ. ૪ર
|
તમારી શક્તિ મુજબનું જ કામ કરો અને તેમાં તમારો પ્રાણ રેડી દો. કોઈ પણ ઘટનાથી હતોત્સાહ ન બનો. તમારો અધિકાર તમારા પોતાનાં કર્મો પર જ છે, બીજાના કર્મો પર નહીં. ટીકા ન કરો, આશા ન રાખો, ભય ન રાખો, બધું સારું જ થશે.
અનુભવો તો થતા જ રહેશે. ગમગીન ન થાવ. તમે દ્રઢતાની અડીખમ દીવાલને અઢેલીને ઊભેલો છો.
|
Free Down load |
આ ક્રાંતિકારી વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.
આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો :
Like this:
Like Loading...
Related
પ્રતિભાવો