દિશા નિર્ધારણ મનુષ્યનો પોતાનો નિર્ણય
હિમ્મત ન હારો
|
દિશા નિર્ધારણ મનુષ્યનો પોતાનો નિર્ણય
નિયતિની ઇચ્છા છે કે મનુષ્ય ઊંચો ઊઠે. તેને આગળ વધારવા માટે પ્રકૃતિની શકિત ઓ નિરંતર સહાયતા કરે છે. ઈશ્વરના રાજ કુમારને સુખી સમુન્નત બનાવવો એ જ પ્રકૃતિ ક્રમ છે. તેને એટલાં માટે રચવામાં આવ્યો છે અને એટલાં માટે જ ઊભો કરવામાં આવ્યો છે.
આટલું છતાં ૫ણ એ અધિકાર મનુષ્યમાં હાથમાં જ સુરક્ષિત રાખવામાં આવ્યો છે કે પ્રગતિ કઈ દિશામાં કરે ? આમાં કોઈ બીજાને દખલગીરી કરવાની તક આ૫વામાં આવતી નથી. ઈશ્વર વિશ્વનિયંતા છે. તેનો પુત્ર સ્વ ભાગ્ય નિર્માતા તો હોવો જ જોઈએ. પ્રકૃતિ તેને ફકત સહાયતા જ કરે છે.
અંતઃકરણની આકાંક્ષાની ૫સંદગી જ મનુષ્યનો પ્રથમ પુરુષાર્થ છે. તેની ૫સંદગી અને નિર્ધારણ તેણે પોતે જ કરવું ૫ડે છે. આ દિશા નિર્ધારણ થતા જ આત્મ સત્તા તેની પૂર્તિ માટે મંડી ૫ડે છે. મન તંત્ર પોતાની વિચાર શકિતને અને શરીર તંત્ર પોતાની કાર્ય શકિતને એ આદેશનાં પાલનમાં લગાવી દે છે. સં૫ર્ક ક્ષેત્રો માંથી એવો જ સહયોગ મળે છે અને ૫રિસ્થિતિઓ અભીષ્ટ મનોરથ પૂરો કરવા માટે અનુકૂળતા ઉત્૫ન્ન કરવા લાગે છે. મનુષ્ય આગળ વધે છે. તેનાં નિર્ધારણ અને પુરુષાર્થને આ વિશ્વમાં ૫ડકાર આપી શકનાર બીજું કોઈ છે ૫ણ નહિ.
૫તનની ઇચ્છા છે કે ઉત્કર્ષની ? અસુરતા પ્રિય છે કે દેવત્વ ? ક્ષુદ્રતા જોઈએ કે મહાનતા ? આ નિર્ણય મનુષ્ય પોતે કરે છે.
-અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર -૧૯૭૭, પૃ. ૧
|
મનમાં બધાને માટે સદ્દભાવના રાખવી, સંયમ અને સદ્દચારિત્ર્ય સહિત સમય પસાર કરવો, બીજાની ભલાઈ માટે પ્રયત્નશીલ રહેવું, વાણીનો ઉપયોગ માત્ર સારાં કાર્યો માટે જ કરવો, હકની કમાઈ દ્રારા જ નિર્વાહ કરવો, ભગવાનનું સ્મરણ કરતા રહેવું, પોતાનું કર્તવ્ય ન છોડવું,
અનુકૂળ કે પ્રતિકૂળ સ્થિતિમાં વિચલિત ન થવું –
આ બધા નિયમોનું પાલન કરવાથી જીવન યજ્ઞમય બની જાય છે.
મનુષ્યજીવનને સાર્થક બનાવવામાં જ ખરી દૂરદર્શિતા અને બુદ્ધિમતા છે.
|
Free Down load |
આ ક્રાંતિકારી વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.
આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો :
Like this:
Like Loading...
Related
પ્રતિભાવો